Aapnu Gujarat
ગુજરાત

ગેંગરેપના પડઘા ધોળકામાં પડયા : પ્રજાજનો રસ્તા ઉપર

કઠુઆમાં થયેલા દુષ્કર્મ મામલે ધોળકા ગામમાં જોરદાર હોબાળો થતાં એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મૂળ ધોળકાના વતની સોહીલખાન પઠાણે કઠુઆની પીડિતા બાળકી વિશે અભદ્ર અને બિભત્સ ટિપ્પણીને લઇ સ્થાનિક વિસ્તારના વિશાલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના કઠુઆ ગેંગરેપમાં ભોગ બનનાર પીડિતા બાબતે ફેસબુક મેસેંજર ઉપર અશ્લીલ અને અભદ્ર ટિપ્પણી કરવાના કારણે નોંધાઇ હતી. દરમિયાન ધાર્મિક લાગણી દૂભાતા લોકોના ટોળેટોળા માર્ગ પર ઉતરી આવ્યા હતા. બંને પક્ષના ટોળા સામસામે આવી જતાં એક તબક્કે વાતાવરણ તંગ બની ગયું હતુ અને માહોલ ગરમાયો હતો. જો કે, ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી યુવાનની ધરપકડ કરીને મામલો થાળે પાડ્‌યો હતો અને ટોળાને વિખરી નાંખ્યા હતા. સોહિલ પઠાણની ફરિયાદના આક્ષેપો પ્રમાણે, પોતાના મોબાઇલમાં ધુમદાદા ધુમ બુખારી નામાના એક વ્હોટ્‌સ ગ્રુપમાં જોડાયેલા છે. આ ગ્રુપમાં કુલ ૨૫૬ સભ્ય છે. આ ગ્રુપમાં સવારે સંબંધિત મોબાઇલ નંબર ઉપરથી એક બીભત્સ મેસેજ આવ્યો હતો. આ ફોટો ધોળકા ગધેમાર નિવાસી વિશાલ નાથાભાઇ સોનીએ મેસેન્જર ઉપર કરવામાં આવેલા મેસેજનો એક સ્ક્રીનશૉટ હતો. જેમાં સામે વાળાવ્યક્તિને કઠુઆ ગેંગરેપમાં ભોગ બનનાર પીડિતાના વિષે બીભત્સ ટિપ્પણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં કોમેન્ટના કારણે ધોળકા તથા આજુબાજુના મુસ્લિમ સમાજના લોકોમાં ઉગ્ર રોષે ભરાયા હતા અને લોકોના ટોળા ઉમટી પડ્‌યા હતા. મુસ્લિમ સમાજના લોકોએ આવા આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી. ઘટનાની જાણ થતાં ધોળકા પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ હતી અને બંને સમાજના લોકોને શાંતિથી સમજાવી ન્યાયી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી મામલો થાળે પાડયો હતો. પોલીસે બાદમાં આરોપી યુવકની ધરપકડ કરી સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

ગુજરાતમાં પારો ૪૧થી ૪૩ વચ્ચે રહી શકે છે : હવામાન વિભાગ

aapnugujarat

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચવા અમદાવાદથી સી-પ્લેનની સુવિધા થશે શરૂ

aapnugujarat

તૌકતે વાવાઝોડું આજે સાંજે ગુજરાતના દરિયાકિનારે ટકારાશે

editor

Leave a Comment

UA-96247877-1