Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો ૪.૨૮ ટકાની નીચી સપાટીએ

સતત ચોથા મહિનામાં ઉંચા વૃદ્ધિદર જાળવી રાખીને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો ૭.૧ ટકાની આસપાસ રહ્યો છે. બીજી બાજુ માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો પાંચ મહિનાની નીચી સપાટીએ એટલે કે ૪.૨૮ ટકા રહ્યો છે. સતત ત્રીજા મહિનામાં રિટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યુ છે. શાકભાજી સહિત ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતો હળવી બન્યા બાદ રિટેલ ફુગાવામાં ઘટાડો થયો છે. સરકારી આંકડામાં આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. બીજી બાજુ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની દ્રષ્ટિએ આંકવામાં આવેલા ફેક્ટ્રી ઉત્પાદનનો આંકડો ફેબ્રુઆરી ૨૦૧૭માં ૧.૨ ટકા સુધી વધ્યો છે. સીએસઓ દ્વારા આજે આ મુજબના આંકડા જારી કરવામાં આવ્યા હતા. આઈઆઈપીનો આંકડો નવેમ્બર મહિનામાં ૮.૫૪ ટકા, ડિસેમ્બરમાં ૭.૧ ટકા, જાન્યુઆરીમાં ૭.૪ ટકા અને ફેબ્રુઆરીમાં ૭.૧ ટકા રહ્યો છે. ફેબ્રુઆરી આઈઆઈપી ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલ-ફેબ્રુઆરી દરમિયાન આઈઆઈપી ગ્રોથ ગયા વર્ષે આજ નાણાંકીય વર્ષમાં આજ ગાળામાં ૪.૭ ટકાથી ઘટીને ૪.૩ ટકા થઇ ગયો છે. બીજી બાજુ ફેબ્રુઆરી મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૪.૪૪ ટકા હતો જે હવે ઘટીને માર્ચ મહિનામાં ૪.૨૮ ટકા થઇ ગયો છે. વ્યાજદર નક્કી કરતી વેળા આરબીઆઈ દ્વારા કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડાને ખાસરીતે ધ્યાનમાં લેવામાં આવે છે. જો કે, માર્ચ ૨૦૧૮માં ફુગાવો ગયા વર્ષે આજ મહિનામાં નોંધાયેલા ૩.૮૯ ટકા કરતા ઉંચો દર રહ્યો છે. શાકભાજીના ક્ષેત્રમાં ફુગાવો ૧૧.૭ ટકા રહ્યો છે જે અગાઉના મહિનામાં ૧૭.૫૭ ટકા રહ્યો હતો. ઇન્ડેક્સમાં ૭૭ ટકા યોગદાન આપનાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આંકડો ફેબ્રુઆરીના ૮.૭ ટકા રહ્યો છે જે ગયા વર્ષે આજ મહિનામાં ફ્લેટ સ્થિતિમાં રહ્યો હતો. કેપિટલ ગુડ્‌ઝની બાબતમાં પણ આમા ૨૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. ઇંડા, દૂધ અને અન્ય પ્રોડક્ટ જેવી વસ્તુઓની કિંમતમાં માર્ચ મહિનામાં વધારો થયો છે. જો કે, ફળફળાદીના ક્ષેત્રમાં ફુગાવો ઉંચો રહ્યો છે. ફુડ બાસ્કેટમાં એકંદરે ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૩.૨૬ ટકાની સામે ૨.૮૧ ટકા રહ્યો છે. સીપીઆઈ ફુગાવાના આંકડા આરબીઆઈ માટે ખુબ મહત્વપૂર્ણ રહે છે. જાણકાર લોકોનું કહેવું છે કે, અમે અપેક્ષા રાખી રહ્યા હતા કે, આરબીઆઈ તેના ફુગાવાના રેટના અંદાજમાં સુધારો કરશે. ફેબ્રુઆરી ૨૦૧૮માં ૪.૫ ટકાની સરખામણીમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯માં તેમાં ટકાવારી ૪.૭ ટકાથી ૪.૮ ટકા રહેવાની વાત કરવામાં આવી છે. માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો ઘટતા લોકોને રાહત થઇ છે.

Related posts

અદાણીને ઓસ્ટ્રેલિયામાં મળનારી ૯૦ કરોડ ડોલરની સરકારી લોન જોખમમાં

aapnugujarat

૨૦૩૦ સુધી ભારત સહિત ૧૦ દેશો અમેરિકાને પછાડી દેશે

aapnugujarat

મધ્યપ્રદેશ : શિવભક્તિની સાથે રાહુલે ચૂંટણીનું ફુંકેલું રણશિંગુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1