Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિરોધ પક્ષો વિરૂદ્ધ સાંસદોની સાથો સાથ પીએમ મોદી અને અમિત શાહ કરશે ઉપવાસ

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘ઉપવાસ યુદ્ધ’ (ફાસ્ટ વૉર) શરૂ થઈ ગયું હોવાનું લાગી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે સોમવારે ભાજપ સરકાર દલિત અને અલ્પસંખ્યક વિરોધી હોવાનો આરોપ લગાવીને ગઈ કાલે સોમવારે કેટલાક કલાકના ઉપવાસ કર્યા હતાં. તેના જવાબમાં વિરોધ પક્ષ વિરૂદ્ધ ભાજપના સાંસદોએ પણ ૧૨ તારીખે એક દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.
મહત્વપૂર્ણ વાત એ છે કે, આ ઉપવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાશે અને સાંસદોની સાથો સાથ ઉપવાસ કરશે.ભાજપે કોંગ્રેસ પર સંસદના બજેટ સત્ર ખોરવી નાખવાનો આરોપ લગાવી અગાઉ જ ઉપવાસની જાહેરાત કરી દીધી હતી. હવે સાંસદોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપવાસ કરશે. વડાપ્રધાન મોદી પોતાની ઓફિસમાં ઉપવાસ કરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપવાસ કરશે.
ભાજપના નેતા જેવીએલ નરસિમ્હા રાવે જણાવ્યું હતું કે, પાર્ટીના તમામ સાંસદો ૧૨ એપ્રિલે ઉપવાસ કરવા જઈ રહ્યાં છે. કોંગ્રેસ તથા અન્ય વિરોધ પક્ષોના અલોકતાંત્રિક વલણ વિરૂદ્ધ પાર્ટીના લોકસભાના તમામ સાંસદો દિવસભર ઉપવાસ કરશે. રાજ્યસભાના સાંસદો પણ દેશના ખુણે ખુણે જઈને વિરોધ પક્ષના બીનજવાબદાર વલણને લોકો સામે ઉઘાડું પાડશે. આ મામલે ઘણા સમયથી ચર્ચા થઈ રહી હતી.
રાવે ઉમેર્યું હતું કે, સંસદમાં કામકાન ન થવાના કારણે પાર્ટીના તમામ સાંસદોએ પોતાનો પગાર પણ ન લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ સીપીઆઇ નેતા અને રાજ્યસભાના સાંસદ ડી રાજાએ કહ્યું હતું કે, જો સત્ર ન ચાલે તો તેની જવાબદારી પણ ભાજપની છે.
કાવેરી જળ વિવાદ, આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો, દલિત હિતોની સુરક્ષા જેવા મુદ્દાઓ ખુબ જ ગંભીર છે પણ ભાજપ આ મામલે ગંભીર જ નથી.અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા ઉપવાસ વિવાદમાં સપડાયા હતાં. કોંગ્રેસના નેતા અજય માકન સહિતના કેટલાક નેતાઓ ઉપવાસ પહેલા છોલે-ભટુરેની જયાફ્ત માટી રહ્યાના ફોટો વાયરલ થયાં હતાં. તેવી જ રીતે સીખ રમખાણોના આરોપી જગદીશ ટાઈટલર અને સજ્જન કુમાર પણ ઉપવાસમાં પહોંચી ગયાં હતાં જેમને હટાવી દેવામાં આવ્યાં હતાં. જેને લઈને કોંગ્રેસના ઉપવાસનો ફિયાસ્કો થઈ ગઈ ગયો હતો અને ભારે વિવાદમાં સપડાયો હતો.

Related posts

Bus falls into river in MP’s Raisen, 6 died

aapnugujarat

બાબાસાહેબ આંબેડકરના મુંબઈ સ્થિત ઘરમાં તોડફોડ

editor

सऊदी, यूएई सहित ४ अरब देशों ने कतर से तोड़े रिश्ते

aapnugujarat

Leave a Comment

UA-96247877-1