Aapnu Gujarat
મનોરંજન

પ્રિયંકા ચોપડાની હોલિવુડ ફિલ્મ એકિડ લાઇફ ૮મી જુને રજૂ કરાશે

મે મહિનામાં બેવોચ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ પ્રિયંકા ચોપડા હાલમાં તેની બીજી હોલિવુડ ફિલ્મ એ કિડ લાઇક જેકને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મ આઠમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. હવે એવા સમાચાર મળ્યા છે કે તેની પાસે હવે સતત સારી હોલિવુડ ફિલ્મની ઓફર આવી રહી છે. તેની પાસે મોટી ફિલ્મ હાથમાં આવી ગઇ છે. પ્રિયંકા ચોપડા માત્ર હોલિવુડમાં જ નહી બલ્કે બોલિવુડની પણ કેટલીક ફિલ્મો કરી રહી છે. તમામ ફિલ્મો તે સાથે કરી રહી છે. તે ફિલ્મ નિર્માણમાં પણ કુદી ચુકીછે. તેની માતા સાથે મળીને પ્રાદેશિક ફિલ્મો બનાવવામાં આવી રહી છે. મળલી માહિતી મુજબ રોમકોમ ફિલ્મ વેલેન્ટાઇન ડે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ફિલ્મને પહેલી તકે આગળ વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ચોપડા હવે વધારે હિન્દી ફિલ્મો કરે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. કારણ કે તેની પાસે હોલિવુડ ફિલ્મો સતત આવી રહી છે. તે આના કારણે સમય કાઢી શકે તેવી શક્યતા ખુબ ઓછી છે. પ્રિયંકાની લોકપ્રિયતા ક્વાન્ટિકોના કારણે સમગ્ર અમેરિકામાં વધી ગઇ છે. તે હવે સ્ટાર તરીકે ઉભરી રહી છે. ટોપ અભિનેત્રીઓ કરતા તે આગળ નિકળી ગઇછે.પ્રિયંકા ચોપડાની સફળતાને લઇને બોલિવુડમાં પણ તેની ચર્ચા જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપડાની હિન્દી ફિલ્મો અંગે વાત કરવામાં આવે તો તેની પાસે એતરાજની સિક્વલ ફિલ્મ છે. તે એતરાજ નામની ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપુર સાથે નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની નેગેટિવ ભૂમિકા હતી. હવે બીજા ભાગ માટે પણ તેનો સંપર્ક કરવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે.

Related posts

તમામની ઓફરો સ્વીકારી લેવાનો સમય નથી : બિગ બી

aapnugujarat

लॉकडाउन के दौरान बेस्ट फ्रेंड बना ओटीटी मंच : अदिति राव

editor

मैं आखिरकार अपने लक्ष्य तक पहुंच रही हूं : नोरा फतेही

aapnugujarat

Leave a Comment

UA-96247877-1