Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ બની શકે છે મોદીનો વિકલ્પ, જીતી લેશે દેશની જનતાનો ભરોસો : જ્યોતિરાદિત્ય સિંધિયા

મધ્યપ્રદેશના ગુનાથી કોંગ્રેસ સાસંદ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક માનવામાં આવે છે. રાહુલના નિર્દેશનમાં સંસદમાં કોંગ્રેસની રણનીતિને અંજામ આપવો હોય અથવા મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવાની મુહિમ, સિંધિયા આગળ જોવા મળી રહ્યા છે.  સિંધિયાના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે રાહુલ ગાંધી તૈયાર થઇ ગયા છે અને દેશની જનતા નો વિશ્વાસ જીતવામાં પૂરી રીતે સફળ થઈ શકે છે.જો કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ તરફથી ખુદ મુખ્યમંત્રીના ચહેરા તરીકે રજૂ કરવાની સંભાવનાને લઇને સિંધિયા કહે છે કે પાર્ટી નેતૃત્વ જે પણ નિર્ણય લેશે, એક કાર્યકર્તા તરીકે એ અમારો ફાઇનલ હશે. સિંધિયાએ જણાવ્યું કે કોંગ્રેસ હાલમાં કપરાં સમયમાંથી પસાર થઇ રહી છે. વંશવાદના સવાલ પર સિંધિયા પોતે જ સવાલ કરે છે કે કઇ પાર્ટીમાં વંશવાદ નથી.જ્યારે ૨૦૧૮ની ચૂંટણી જ ૨૦૧૯ની ચૂંટણી દિશા નક્કી કરશે? એની પર એમને કહ્યું હતું કે, ‘મારા માટે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં સૌથી મહત્વપૂર્ણ પડાવ વર્તમાનની કર્ણાટકની ચૂંટણી છે અને ત્યારબાદ ચાર રાજ્યોની ચૂંટણી.’

Related posts

CBI court rejects AP CM Reddy’s petition for exemption over personal appearance

aapnugujarat

Two Soldiers martyred during cordon and search operation in Nowshera

aapnugujarat

सुशील मोदी ने PM को दी बधाई, कहा- केन्द्रीय मंत्रिमंडल में अनुभव और उत्साह का समन्वय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1