Aapnu Gujarat
મનોરંજન

જ્હાન્વી કપુરની નવી ફિલ્મ ૨૦મી જુલાઇના દિવસે રજૂ

જ્હાન્વી કપુર અને ઇશાન ખટ્ટર અભિનિત રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક’નું શુટિંગ હવે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મને ૨૦મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. શ્રીદેવીના અવસાનના કારણે તેની પુત્રી જ્હાન્વી દ્વારા અભિનિત ફિલ્મનુ શુટિંગ થોડાક દિવસ માટે રોકી દેવામાં આવ્યું હતું. જાણકાર લોકોનું કહેવુ છે કે ધડક એક રોમેન્ટિક ફિલ્મ છે. ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી અને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકેલી મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે. શુટિંગ અંગે માહિતી ધર્મા પ્રોડક્શનના ઇસ્ટાગ્રામ પેજ પર આપવામાં આવી છે. સ્ક્રિપ્ટના ફોટો સાથે માહિતીની આપલે કરવામાં આવી રહી છે. ફિલ્મના નિર્માતા તરીકે કરણ જોહર છે. જ્યારે ફિલ્મના નિર્દેશનની જવાબદારી આ વખતે શશાંક ખૈતાન સંભાળી રહ્યા છે. ઇસાન અને જ્હાન્વી આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. સ્ટાર કલાકારોના બાળકો બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ચન્કી પાન્ડેની પુત્રી પણ બોલિવુડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ સાથે કરી રહી છે. અન્ય ફિલ્મી કલાકારોના બાળકો પણ સતત પ્રવેશ કરી રહ્યા છે.

Related posts

કર્ણાટકમાં સની લિયોનની ફિલ્મને લઇ વિરોધ

aapnugujarat

પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક મારફતે એન્ટ્રી મારશે

aapnugujarat

જગ્ગા જાસુસ ૧૪ જુલાઇએ રજૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1