Aapnu Gujarat
મનોરંજન

સલમાનને સજા થતા બાગી-૨ની સક્સેસ પાર્ટી રદ થઇ

બોલિવુડના સુલતાન સલમાન ખાનને કાળા હરણના શિકારના કેસમાં પાંચ વર્ષની સજા કરવામાં આવતા બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. સલમાન ખાનને સજા કરવામાં આવતા બાગી-૨ ફિલ્મની સક્સેસ પાર્ટી રદ કરી દેવામાં આવી હતી. ટાઇગર શ્રોફ અને દિશા પાટનીની બાગી-૨ ફિલ્મને મોટી સફળતા મળ્યા બાદ ભવ્ય પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે સલમાનને સજા કરવામાં આવતા પાર્ટી હવે રદ કરવામાં આવી છે. નિર્માતા સાજિદ નડિયાદવાળા સલમાન ખાનના નજીકના મિત્ર હોવાના કારણે તેઓ પણતરત જોધપુર પહોંચી ગયા છે. બાગી-૨ ફિલ્મ ૧૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઇ ચુકી છે. હજુ સુધી તેની કમાણી ૧૦૪ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ છે. ભારે સનસનાટીપૂર્ણ અને ચર્ચા જગાવી ચુકેલા વર્ષ ૧૯૯૮ના કાળિયાર શિકાર કેસમાં જોધપુરની કોર્ટે ગઇકાલે ગુરૂવારના દિવસે તેનો ચુકાદો આપી દીધો હતો. કોર્ટે આ કેસમાં બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ ઉપરાંત તેના ઉપર ૧૦૦૦૦ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો.
સજાની અવધિ ત્રણ વર્ષથી વધુ હોવાથી સલમાનને માત્ર સેશન કોર્ટ પાસેથી જ જામીન મળી શકે છે અને સેશન કોર્ટમાં સલમાનના જામીન ઉપર આજે સુનાવણી થઇ રહી છે. પાર્ટી મોડેથી યોજવામાં આવે તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. સાજિદ વિતેલા વર્ષોમાં પણ કેટલીક સફળ ફિલ્મો બનાવી ચુક્યા છે. સલમાન ખાનને સજા અંગે માહિતી મળતાની સાથે જ સક્સેસ પાર્ટીને રદ કરવાનો તરત નિર્ણય કરવામાં આવ્યો હતો અને તમામને આ અંગે જાણ કરી હતી.

Related posts

कंगना रनौत हुईं फिल्म ‘इमली’ से अलग

aapnugujarat

ફિલ્મ જગતમાં રેપ નથી થતો જે થાય છે તે સહમતીથી થાય છે : રાખી સાવંત

aapnugujarat

‘કલંક’ ફ્લોપ થઇ હોવા છતાં આલિયાની બોલબાલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1