Aapnu Gujarat
ગુજરાત

ગટર-ગંદા પાણીની ફરિયાદને લઇ દાણાપીઠ કચેરી ખાતે દાણીલીમડાના સ્થાનિક રહીશો દ્વારા હલ્લાબોલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે દાણીલીમડાના સ્થાનિક રહીશો દ્વારા ગંદા પાણી અને પાણીની તંગીના મુદ્દે જોરદાર હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક રહીશોમાં મહિલાઓએ આગળ પડતી ભૂમિકા ભજવી અમ્યુકોની કચેરીના પ્રાંગણમાં જ માટલાઓ ફોડી, ગંદા પાણીની બોટલો ફેંકી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને અમ્યુકો તંત્ર સમક્ષ સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવા ઉગ્ર માંગણી કરી હતી. મહિલાઓ સહિતના સ્થાનિક રહીશોએ અમ્યુકો કચેરી ખાતે જોરદાર સૂત્રોચ્ચાર અને હલ્લો મચાવતાં પોલીસ અને સુરક્ષા જવાનોને પ ણ સ્થિતિ કાબૂૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. દાણીલીમડાના સ્થાનિક કોર્પોરેટર સહિતના પ્રતિનિધિમંડળ તરફથી અમ્યુકો સત્તાધીશોને વિગતવાર આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેમની આ સમસ્યાનું તાકીદે નિવારણ કરવા ઉગ્ર માંગણી પણ કરી હતી. શહેરના દાણીલીમડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની અને પીવાના પાણીની તંગીની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી હતી. આ વિસ્તારમાં કેટલાક સ્થળે તો પીવાના પાણીની લાઇન અને ગટરની લાઇન મીક્સ થઇ જતાં સ્થાનિક રહીશોને ગંદુ અને બિનઆરોગ્યપ્રદ પાણી મળતુ હોવાની ગંભીર ફરિયાદ ઉઠવા પામી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર અમ્યુકો સત્તાધીશોને ફરિયાદ કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી આ સમસ્યાનું કોઇ નિરાકરણ નહી કરાતાં કંટાળેલા દાણીલીમડાના સ્થાનિક રહીશોએ આજે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતેની કચેરીએ પહોંચ્યા હતા. આ દેખાવો અને વિરોધ કાર્યક્રમમાં મહિલાઓ ભારે આક્રોશ સાથે જોડાઇ હતી અને અમ્યુકો સત્તાવાળાઓના અણઘડ વહીવટ અને લાલિયાવાળી સામે જોરદાર સૂત્રોચ્ચાર અને માટલાફોડ કાર્યક્રમ યોજી જબરદસ્ત હલ્લો મચાવ્યો હતો. દાણીલીમડાના સ્થાનિક રહીશોના કાર્યક્રમને પગલે અમ્યુકો કચેરી દાણાપીઠ ખાતે થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. મહિલાઓએ લાલ અને કાળા કલરના મોટા મોટા માટલા ઉંચા ઉછાળીને અમ્યુકો કચેરીના પ્રાંગણમાં જ ફેંકીને ફોડયા હતા. તો સાથે સાથે ગંદા પાણીની ફરિયાદ કરવાના ભાગરૂપે ગંદા પાણી ભરેલી બોટલો પણ પ્રાંગણમાં ફેંકી સત્તાવાળાઓની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો.
દાણીલીમડાના સ્થાનિક કોર્પોરેટર સહિતના સ્થાનિક પ્રતિનિનિધિમંડળ દ્વારા અમ્યુકો સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી કે, દાણીલીમડા વોર્ડના શાહનગર, અનાદીપુરા ભીલવાસ, સર્વે નં-૩૨માં પરવીનબેનની ચાલી, ગોશીયાની ચાલી, ભજીયાવાળાની ચાલી, મારવાડીની ચાલી, ગોશીયા કોલોની, પઠાણીની ચાલી, શહેરખાન શિકારીની ચાલી, અફઘાન કોલોની, બશીરભાઇ ખાનદેશીની ચાલી, ગુલામનબીની ચાલી, સરવરી મંઝીલ, મદ્રાસી બિલ્ડીંગ, બાબુભાઇ દૂધવાળાની ચાલી, રજાઇવાળાની ચાલી, બકરીવાળાની ચાલી, સરકારી ગોડાઉનની પાછળના ભાગેથી અનાદીપુરા ભીલવાસ સુધી તમામ ચાલીઓમાં ડ્રેનેજ લાઇનો ૭૦ વર્ષો નાંખેલી હોઇ જૂની-પુરાણી અને જર્જરિત અને તૂટીફુટી ગઇ હોઇ આ સમગ્ર વિસ્તારમાં નવી ડ્રેનેજ અને પાઇપ લાઇનનું કામ વ્યવસ્થિત રીતે કરી આપવા સ્થાનિકો તરફથી માંગણી કરી હતી.

Related posts

डेबिट कार्ड मिलने के चौथे दिन में २६ हजार रुपये निकाल लिया गया : नारणपुरा पुलिस स्टेशन में शिकायत दर्ज

aapnugujarat

સૂરતના ફ્રૂટ માર્કેટમાંથી ૨ ટન અખાદ્ય કેરીનો નાશ કરાયો

aapnugujarat

૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા મોદીની ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1