Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સરકારી બેંકોને બેલઆઉટ પેકેજ આપવા કેન્દ્ર સરકારનો ઈન્કાર

કેન્દ્ર સરકારે સરકારી બેંકોના સંદર્ભમાં આક્રમક વલણ અપનાવ્યું છે. સરકારે કહ્યું છે કે, મુખ્ય સરકારી બેંકોને હવે બેલઆઉટ પેકેજ આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકાર સરકારી બેંકોમાં ૨૦ લાખ કરોડ રૂપિયાની છેલ્લી ફંડિંગ કરી રહ્યું છે. આ સંદર્ભમાં માહિતી આપતા સરકારી અધિકારીઓએ કહ્યું છે કે, હવે ખરાબ સ્થિતિમાં બેંકોને નોન કોર એસેટ વેચીને અને એકબીજાની સાથે મર્જરના વિકલ્પને અપનાવીને ફંડિંગની વ્યવસ્થા કરવી પડશે. સરકારી બેંકોને લઇને સરકાર લાલઘૂમ દેખાઈ રહી છે. હવે બેંકોના નાણા ડૂબશે તો બેંકોને પોતે જ ફંડિંગની વ્યવસ્થા કરવી પડશે. ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે છે. દેશના કુલ ૨૧ સરકારી બેંકોની પાસે દેશના બેંકિંગ સેક્ટરની બે તૃતિયાંશ સંપત્તિ રહેલી છે. બીજી વાસ્તવિકતા એ પણ છે કે, દેશમાં ફસાયેલી રકમની ૯૦ ટકા રકમ આ સરકારી બેંકોની છે. ઓક્ટોબર ૨૦૧૭માં નાણામંત્રી અરુણ જેટલીએ સરકારી બેંકોને ૨૧ લાખ કરોડ રૂપિયાની બેલઆઉટ પેકેજ આપવાની જાહેરાત કરી હતી જેથી બેંકોને બેડલોનમાંથી બહાર નીકાળવામાં મદદ કરી શકાય. સ્ટેટ બેંકિંગ સેક્ટર પર નજર રાખનાર એક અધિકારીએ કહ્યું છે કે, હવે રિકેપિટાલાઇઝેશનની જરૂર નથી. હજુ સુધી જે સ્થિતિ હતી તે જુદી હતી. આ સ્થિતિમાંથી હવે બહાર નીકળવાની જરૂર છે. વારંવાર બેંકો આઈસીયુમાં જશે તો સરકારની જવાબદારી મુશ્કેલમાંથી ઉગારવાની રહેશે નહીં. સરકાર હવે બેંકોના મર્જર મારફતે તેની સંખ્યા ૨૧થી ઘટાડીને ૧૨-૧૩ કરવા ઇચ્છુક છે. એમ પણ માનવામાં આવે છે કે, આ મર્જરની પ્રક્રિયા નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કરી લેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી કેટલાક બેંકિંગ કર્મચારીઓ અને કસ્ટમરોમાં જુદા જુદા પ્રશ્નો ઉઠી રહ્યા છે પરંતુ આના લીધે બેંકિંગ સ્થિતિ મજબૂત થશે.

Related posts

युपी : मदरसों में NCERT की किताबें पढ़ाई जाएगी

aapnugujarat

સીબીઆઈ – મમતા વિવાદ : પુછપરછ પહેલાં બંગાળના ઘણાં અધિકારી રાજીવની સહાયમાં

aapnugujarat

રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી અને સચિન પાયલોટ નાયબ મુખ્યમંત્રી બન્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1