Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈ-શિરડી માટે હવે રોજ ટ્રેન મળશે

મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શિરડી સ્થિત સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા હજારો મુંબઈકર શ્રદ્ધાળુઓ ખુશ થઈ જાય એવી જાહેરાત રેલવે મંત્રાલયે કરી છે.મુંબઈના દાદર (મધ્ય રેલવે)થી શિરડી (સાઈનગર શિરડી) વચ્ચે દર સોમવાર, બુધવાર અને શનિવારે જોડતી દાદર-સાઈનગર શિરડી એક્સપ્રેસ ટ્રેન સેવા હવેથી દૈનિક કરવામાં આવશે.શિરડીના સાઈનગર રેલવે સ્ટેશનના વિસ્તારીકરણ કામને રેલવે મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. એ કામ પૂરું થઈ ગયા બાદ મનમાડ અને કોપરગાંવ સુધી આવતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો શિરડી સુધી લંબાવવામાં આવશે.રેલવે પ્રધાન પિયૂષ ગોયલ ગયા શનિવારે શિરડીમાં સાઈબાબાના દર્શન કરવા ગયા હતા. એ વખતે એમણે સાઈનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. એ વખતે સાઈ સંસ્થાનના ચેરમેન ડો. સુરેશ હાવરેએ પિયૂષ ગોયલને વિવિધ માગણીઓ દર્શાવતું એક આવેદનપત્ર આપ્યું હતું.એમાંની એક માગણી છે કે, મુંબઈથી દરરોજ શિરડી આવતા હજારો સાઈભક્તો માટે શરૂ કરવામાં આવેલી દાદર-સાઈનગર શિરડી એક્સપ્રેસ, જે હાલ અઠવાડિયામાં ત્રણ દિવસ દોડાવવામાં આવે છે એને રોજ દોડાવવામાં આવે. પિયૂષ ગોયલે એ માગણીનો તાબડતોબ સ્વીકાર કર્યો હતો અને રેલવે પ્રશાસનને આદેશ આપી દીધો છે.

Related posts

UAE Foreign Minister arrival in India for boost cooperation in key sectors such as trade and energy

aapnugujarat

LoC के पास आतंकियों की संख्या बढ़ा रहा पाकिस्तान : रणबीर सिंह

aapnugujarat

यूपी में पूर्व मुख्यमंत्रियों की सुरक्षा में कटौती की जाएगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1