Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક. દ્વારા ચીનને ગિફ્ટ કરાયેલા સિયાચિન પાસે ચીને બનાવ્યો ૩૬ કિમી રોડ

ભારતના સરહદી વિસ્તારોમાં ચીનની વિસ્તારવાદી નીતિનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. ખાનગી એજન્સીઓએ માહિતી આપી છે કે, પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં ચીન તેના સૈનિક ઠેકાણાઓ માટે રસ્તાનું નિર્માણકાર્ય કરી રહ્યું છે. આ નિર્માણકાર્ય એ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે, જે પાકિસ્તાને ચીનને ગિફ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અહીં રસ્તાના નિર્માણ બાદ ચીની સેનાની ભારત સુધીની પહોંચ વધુ સરળ થઈ જશે.પાકિસ્તાન અધિકૃત કશ્મીરની શક્સગમ ઘાટીમાં ચીન રોડ નિર્માણનું કાર્ય કરી રહ્યું છે.આ વિસ્તાર ભારત-ચીન સરહદ એટલેકે વાસ્તવિક નિયંત્રણ રેખા પર સિયાચિન પાસે આવેલો છે. આ વિસ્તાર પાકિસ્તાને ચીનને ગિફ્ટ કરેલો છે. જેમાં હવે ચીને રોડ નિર્માણનું કાર્ય શરુ કર્યું છે.
મળતી માહિતી મુજબ ચીન અહીં ૩૫.૫ કિમી લાંબા માર્ગનું નિર્માણ કરી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો શક્સગમ ખીણ પ્રદેશના ઉત્તરી વિસ્તારમાં નવા રસ્તાઓનું બંધકામ જોવા મળ્યું છે. સૂત્રોનું માનીએ તો ચીન અહીં ૭ મીટર પહોળી અને આશરે ૨૧.૩ કિમી લાંબા રસ્તાનું નિર્માણ કરી ચુક્યું છે. ઉપરાંત હજી ૧૪.૫ કિમી રોડના નિર્માણનું કામ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે, ચીન તેની વિસ્તારવાદી નીતિના કારણે દુનિયામાં જાણીતું છે. તેમાં પણ ભારત સાથે જોડાયેલી સરહદો પર ચીન અવારનવાર બાંધકામ કરતું જોવા મળ્યું છે. ડોકલામ ગતિરોધ બાદ પણ ચીની સેના દ્વારા અહીં કેમ્પ લગાવવા અને સેનાની સુગમતા માટે ચીન દ્વારા અહીં નિર્માણકાર્ય કરવામાં આવી રહ્યું છે.

Related posts

પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ લાગ્યા ઉગ્ર સૂત્રોચ્ચાર, તાલિબાનોની ઓફિસે આગચંપી

aapnugujarat

जर्मनी की चीन को चेतावनी, बाजार नहीं खोला तो यूरोप में नहीं कर पाएगा व्यापार

editor

ચણા અને ચણાદાળ શબ્દને ઓક્સફોર્ડ ડિક્ષનરીમાં સમાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1