Aapnu Gujarat
ગુજરાત

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘વીજળી અને પાણી : બચત, જાળવણી અને સલામતી’ વિષય ઉપર 83મી પ્રવચનમાળા યોજાઈ

‘આર્ષ’ શોધ સંસ્થાન, ગાંધીનગર દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી છેલ્લા 21 વર્ષથી નિયમિતરૂપે ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર વિષયો પર દર ત્રણ માસે પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં સામાજિક સમસ્યા વિષયક પ્રવચનના ભાગરૂપે ‘વીજળી અને પાણી : બચત, જાળવણી અને સલામતી’ વિષય ઉપર આર્ષ પ્રવચનમાળાના ૮૩માં પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદના, પૂ. નિર્મલમુનિદાસ સ્વામી તેમજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, સારંગપુરના પૂ. શ્વેતપ્રકાશદાસ સ્વામીએ વક્તવ્યનો લાભ આપ્યો હતો. પ્રવચનમાં આશરે ૧૫૦૦ જેટલા  શ્રોતાઓએ ભાગ લીધો હતો. પૂ. નિર્મલમુનિદાસ સ્વામીએ પ્રથમ ઈલેકટ્રીક વિષયક વાત કરતાં જણાવતા છ મુદ્દાની મહત્ત્વની વાત કરેલ તેમાં ૧ સ્ત્રોત ૨ એનર્જી બચાવવાની જરૂરીયાત ૩ બચત કેવી રીતે કરી શકીએ ૪ સોલ્યુશન ૫ કેસ સ્ટડી અને ૬ સેફટી. તેના સ્ત્રોત્ર જણાવતા કહ્યું હતુ કે વીજળી અશ્મીભૂત ખડકમાંથી મળે છે. તે કોલસો મુખ્ય એનર્જી પાવર પ્લાન્ટ માટે વધારે વપરાય છે. ફયુઅલ બધા વર્ષો સુધી ભૂર્ગભમાં પડી રહ્યા હતા સમય જતા ઔદ્યોગિકક્રાંતિને લીધે આપણો સ્ટોક ખતમ થવા આવ્યો છે.  આ રીતે ઝડપથી કોલસો વપરાઈ રહ્યો છે. તેવી રીતે ઓઈલ વગેરેનો વપરાશ પણ વધી રહ્યો છે, તે પણ સમય જતાં ખતમ થઈ જશે. કોલસો વગેરેના વપરાશથી પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ગ્લોબલવોર્મિંગના કારણે આ બધું બની રહ્યું છે. એનર્જી તો મેળવી પણ બાય પ્રોડકથી બીજા ઘણા ગેરફાયદા થાય છે. એક યૂનિટ ઉત્પન કરવા માટે ૪૫૦ ગ્રામ કોલસો વપરાય છે. તેના બદલામાં વિશ્વને આપણે કાર્બનડાયોકસાઈડની ભેટ આપીએ છીએ એટલે કે પ્રદૂષણમાં વધારો થાય છે.

કાર્બનડાયોકસાઈડ હવામાં પ્લાસ્ટીકનું આવરણ ઉભું કરે છે. તાપમાન વધવાનું કારણ પ્રદૂષણ છે. બીજુ કારણ ગ્લોબલવોર્મિંગ છે. ૠતુઓ ડીસ્ટબ થઈ ગઈ છે. પૃથ્વીનું તાપમાન વધે છે. તેના હવે માનવે એનર્જી સંરક્ષણ કરવાની જરૂર છે. તેના માટે જો એનર્જી બચાવીશું પ્રથમ લાઈબીલ ઓછું આવશે. જો બચાવી શું તો તેની સામે બે યૂનિટ જનરેટ કર્યા બરાબર છે. એનર્જીનો જથ્થો ખૂબ લિમિટમાં છે. વિશ્વની ગણતરી કરીએ તો આપણી પાસે ૧% જ છે તેથી તેનું જતન કરીશું તો આપણને ઉપયોગી થશે. તેમાં આપણા અને દેશના પૈસાની બચત થશે તેની સાથે વાતાવરણ પ્રદૂષણ મુક્ત રહેશે. તેના કારણે માણસને સ્વાસ્થ્ય પર સારી અસર થશે.

વીજળીની બચાવવીની રીતઃ- ઉપકરણોનો યોગ્ય ઉપાયોગથી સારા સાધનો જેની આપણે ખબર નથી. તેને સમજવું પડશે. કઈ રીતે આપણે ઓછી એનર્જીમાં વધારે આઉટપુટ મેળવી શકીએે. તેવી લાઈટ જરૂરીયાતની છે. જુના બ્લબ ટ્યુબલાઈટ ઉપયોગ ની જરૂર ન હોય ત્યારે સ્વીચ બંધ રાખો LED, CFL બલ્બનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર જણાય ત્યા નેચરલ લાઈટનો ઉપયોગ કરવો જોઈએ. મૌસમ સેન્શરનો ઉપયોગ કરવો જોઈએ. ડીમરલાઈટનો ઉપયોગ કરવો. પંખા માટે ઈલેકટ્રોનિક રેગ્યુલેટર વાપરવા જોઈએ.  સીલીગ ફેનની હાઈટ નીચી રાખવી જોઈએ. રૂમની સાઈઝ પ્રમાણે યોગ્ય વોલ્ટોજનો LED લેમ્પ લગાવવો. AC માટે ટેમ્પ્રેચર ૨૪ રાખવું વાધારે યોગ્ય છે. AC કઈ જગ્યાએ લગાવ્યું છે તે પણ મહત્ત્વનું છે. નેચરલ વેન્ટીલેશનનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વીજળીની બચત થાય છે. ફ્રીજનું બારણું વારંવાર બંધ ચાલુ ન કરવું જોઈએ. દૂધ ગરમ કરી પ્રથમ બહાર જ નોર્મલ  ઠંડુ કરી પછી ફ્રીજમાં મુકવું જોઈએ.

માઈક્રો ઓવન માટે : ફ્રીજમાંથી ભોજન કાઢી થોડા સમય માટે બહાર મુકી જમવાના સમય પહેલા ગરમ કરવું જોઈએ.

ગરમ પાણી માટે બને ત્યાં સુધી સોલર ગીઝર વાપરવું જોઈએ. બીજા સ્થાને ગેસ ગીઝર વાપરવું જોઈએ. જ્યારે જરૂર હોય ત્યારે જ ગીઝર વાપરવું જોઈએ.

વોશીંગ મશીનઃ- ઘરમાં માણસની સંખ્યા પ્રમાણે લાવવું જોઈએ. ઉપરથી કપડા નાંખી શકાય તેવા મશીનનો ઉપયોગ કરવો જોઈએ. વારંવાર ખોલ બંધ ન કરવું જોઈએ. કેપીસીટી મુજબ કપડાં નાખવાં જોઈએ.

TV અને ફોનનું ચાર્જર વપરાશ ન હોય ત્યારે સ્વીચ બંધ કરવી. જરૂરીયાત મુજબ રૂમની સાઈઝ મુજબ TV લાવવું તેમાં LED ઉપયોગથી વીજળીની બચત થાય છે.

ર્સ્માટફોનમાં એનર્જી સેવિંગ ઓપ્શન ઉપયોગ કરવો જોઈએ. તેવી રીતે પાણીની જરૂરીયાત મુજબ HP ની મોટર લાવવી. પાણીની ટાંકી ભરવા માટે લેવલ સ્વીચ નો ઉપયોગ કરવો જોઈએ. તેનું સમયે સમયે મેન્ટેનન્સ કરવું જોઈએ.

વીજળી બચાવવાના મુળભૂત સ્ત્રોતોઃ વોલ્ટેજ સ્ટેબીલાઈઝરનો ઉપયોગ કરવો. વાયર પણ વપરાશ મુજબ ગેજનો ઉપયોગ કરવો. ઓટો સ્વીચ સાધનનો પણ વપરાશ કરવો.

ખબર નથી હોતી છતાં વીજળીનો વપરાશ વધુ થતો હોય છે. કોઈપણ વસ્તુનો વપરાશ ન થતો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી. હોમ અપ્લાયન્સીસ ખરીદતી વખતે ઓછા ભાવનો વિચાર ન કરતા ઓછી વીજળી વપરાય તેવા સાધનો ખરીદવા જોઈએ. ઓછામાં ઓછી વીજળી વાપરવા માટે આપણે ઘરમાં પણ લાઈટ કલર વાપરવા જોઈએ.

છેલ્લે AC માં V.P.C. અથવા ઈન્વર્ટર AC નો ઉપયોગ કરવો જોઈએ. પવન ચક્કી અને હાઈડ્રો પાવર દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. પણ તે સિવાય કુદરતી રીતે ઉત્પન્ન થતી એટલે કે સોલર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન કરવી તે વધુ ફાયદાકારક છે. તેના દ્વારા બચત થાય છે. ફાઈવ સ્ટાર રેટીંગ વાળા પંખા વાપરવા જોઈએ. કોલસાથી ઉત્પન્ન થતી વીજળીમાં કોલસો વપરાય છે તે કરતા વધુ કાર્બનડાયોકસાઈડ-પ્રદૂષણ વધારે ફેલાવે છે.

સલામતી માટે : પ્રોપર વાઈરીંગ કરવું. E.L.C.B. સ્વીચ લગાવવી. પ્રોપર અર્થીંગ કરવું જોઈએ. ઈન્સ્ટોલેશન પ્રોપર માણસ દ્વારા, પ્રોપર I.S.O. માર્કાવાળા સાધનો લગાવવાં જોઈએ.

પૂ. શ્વેતપ્રકાશદાસ સ્વામીએ પાણી  સલામતી જાળવણી અને બચત વિષે વાત કરતા જણાવ્યું કે ૯૭% પાણી સમુદ્રનું છે. ૩% પાણી જ પીવા લાયક છે. તે તળાવ નદીઓ વગેરેમાં વહેંચણી થાય છે. તેમાથી ૦.૦૦૭% પાણી તે પીવા લાયક છે.૯૫% વસ્તી વધારો થતો હોય છે. દરેક માણસને એવું હોય છે. કે નળ ખોલો એટલે પાણી આવવું જોઈએ. એવી માનસિકતા હોય છે. એક કપ ચા ની ભુકી બનાવવા માટે  અઢળક પાણીનો ઉપયોગ થાય છે. તેના પરથી પાણીનો મુદ્દો સમજવાની જરૂર છે કે આપણે કરકસર ક્યાં કરી શકીએ.

પાણીની અગત્યતાઃ જેમ લોહી પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી તેમ પાણી પણ બનાવી શકાતું નથી પાણીની જરૂરીયાત દિન પ્રતિદિન વધતી જ જાય છે. ઘણી જગ્યાએ પાણીનો વેપાર-કાળા બજાર થતો હોય છે. તેથી પાણીના વપરાશ માટે તેનું પાણીનું બીલ ભરવું પડે છે. ૧૯૫૧માં પાણી વાપારવા માટે  મળતું હતું તેના કરતા આજે ચાર ઘણું પાણી ઓછું પાણી વાપરવા મળે છે. અત્યારે ૨૭૦ ફુટની નીચે પાણી મળે છે. પાણીમાં અશુદ્ધિઓ વધી ગઈ છે. પાણીના સેવિંગ માટે આપણે જેટલા જાગૃતં રહીશું તેટલું ઓછું છે. ખેતીમાં પાણી ૯૫% વપરાય છે. તેમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં લીકેજ થતું અટકાવવું જોઈએ. એક વ્યક્તિની જાગૃતતાથી ઘણું પાણી બચાવી શકાય છે. ગાડી સાફ કરવા માટે,ન્હાવા માટે તેમજ ટોઈલેટમાં ડોલથી પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

વોશીંગ મશીનના અને R.O. ના વેસ્ટેઝ પાણીનો ઉપયોગ બગીચામાં કરવો જોઈએ.

પ્રશ્નોનો ઉકેલઃ બોરવેલના પાણીમાં ફલોરાઈડ હોય છે. પાણીનો સ્ટોર વધુમાં વધુ કરવો. લોકો પાણીમાં કચરો નાંખી ગંદુ કરતાં હોય છે. ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતું પાણી સારા પાણીમાં પણ ભળતું હોય છે. તેના કારણે રોગો પણ થતા હોય છે.

બિન જરૂરી R.O. નો વપરાશ કરવો નહીં. તેનો T.D.S. ચેક કરાવ્યા પછી તેનો  ઉપયોગ કરવો જોઈએ. ક્યારેક ૭૫૦ T.D.S. લેવલ હોય ત્યાં R.O. ની જરૂરીઆત છે. ઠડુંપાણી પીવાથી જઠરના રોગો થાય છે. તેનાથી પાચન શક્તિ ઘટે છે. તેની સામે ગરમ પાણી પીવાથી પાચનશક્તિ વધે છે. એટલે કે હુંફાળું પાણી પીવું જોઈએ.

અંતે આગામી પ્રવચનમાળા ‘સુખની-ચાવી સહિષ્ણતા’ વિષયની જાહેરાત આર્ષના ડાયરેક્ટર ડૉ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ કરી હતી. તથા શ્રોતાઓએ બંને વક્તાઓ પાસેથી પોતાના  પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો મેળવ્યા હતા.

Related posts

સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે રાજપીપલાની પ્રાથમિક શાળાના બાળકો સાથે કર્યો સીધો સંવાદ

aapnugujarat

गुजरात के अशांतधारा कानून को मंजूरी

editor

ખેડબ્રહ્મા લૂંટ વિથ મર્ડર કેસમાં પોલીસને મળી સફળતા

editor

Leave a Comment

UA-96247877-1