Aapnu Gujarat
બ્લોગ

Must Read

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર
આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ
સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ
80માં માળ પર
આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ
નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા…

20માં માળે
પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ
છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20માં માળ પર
થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ
સરળતાથી આગળ વધી રહ્યા હતા.

40માં માળ
પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા.
એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.

60માં માળ પર
પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20
દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને

80માં માળ પર
આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ
નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.”
નાનાએ કપાળ પર હાથ
દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”…

જીવનમાં પણ કંઇક આવુ જ બને છે

પ્રથમ 20
વર્ષ સુધી આપણે માતા-
પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ
છીએ.

20 વર્ષ બાદ
અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી.

40 વર્ષ પછી
સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય.

આમ કરતા કરતા
60 વર્ષ પુરા
થાય પછી વિચારીએ
કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી.

જ્યારે
80 વર્ષે
પહોંચીએ ત્યારે સમજાય
કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન
પુરુ થઇ ગયુ.

યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. *80 વર્ષે
જે જોઇતું હોઇ એ મેળવવાની
શરુઆત
20માં વર્ષથી જ કરી દેવી

Best of luck For all

Related posts

”એક સુંદર સમજણ”

aapnugujarat

अहंकार का इलाज ऐसे

aapnugujarat

जानकारी काबीले तारीफ है… गौर किजीये !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1