Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાઉદની ડી કંપનીની જાળ દુનિયાના અનેક દેશોમાં છે : રિપોટ

ભારતમાંથી ફરાર થયેલા અને વર્ષોથી અંધારીઆલમમાં આતંક મચાવનાર ડોન દાઉદ ઇબ્રાહિમે પાકિસ્તાન સ્થિત અપરાધીક કંપની ડી કંપનીએ અનેક દેશોમાં પોતાનો કારોબાર ફેલાવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જ્યોર્જમેશન યુનિવર્સિટીના સેચાર સ્કુલ ઓફ પોલિસીમાં પ્રોફેસર લુઇસ સેલીએ અમેરિકી સાંસદોને કહ્યું છે કે, ભારતથી સંબંધિત પાકિસ્તાન સ્થિત અપરાધિક-ત્રાસવાદી સંગઠન ડી કંપનીએ નશીલા પદાર્થોની તસ્કરી માટે અનેક દેશોમાં પગપેસારો કર્યો છે. સાથે સાથે એક શક્તિશાળી સંગઠન બનાવી દીધું છે. સેઇલીએ દાવો કર્યો છે કે, ડી કંપનીની જાળ અનેક દેશોમાં ફેલાયેલી છે. આતંકવાદ અને ગેરકાયદે નાણાંકીય પોષણ ઉપર ગૃહની નાણાંકીય સેવાઓ સંબંધિત સમિતિ દ્વારા આયોજિત સુનાવણી વેળા કહ્યું હતું કે, મેક્સિકોના માદક દ્રવ્યોના સંગઠનની જેમ જ ડી કંપનીની જાળ જુદા જુદા દેશોમાં ફેલાયેલી છે. હથિયારો, બનાવટી ડીવીડીની તસ્કરી કરવામાં આવે છે. હવાલા સંચાલકોની વ્યાપક વ્યવસ્થા મારફતે નાણાંકીય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દાઉદની સામે ભારતના સતત જારી અભિયાનને લઇને અમેરિકાએ વર્ષ ૨૦૦૩માં કબૂલાત કરી હતી કે, દાઉદ ખતરનાક ગેંગસ્ટર તરીકે છે. તે વખતે અમેરિકાએ દાઉદના આતંકવાદી સંગઠન અલકાયદા સાથે સંબંધ હોવાના આક્ષેપ કરીને તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી દીધો હતો. દાઉદ ઉપર સંયુક્ત રાષ્ટ્રે પણ પ્રતિબંધ લાદી દીધા હતા. પાકિસ્તાન દ્વારા દાઉદને સંરક્ષણ આપવાના ભારતના દાવાના સમર્થનમાં અમેરિકી વિભાગે કહ્યું હતું કે, દાઉદ ઇબ્રાહિમ કરાંચીમાં છે અને તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે. વર્ષોથી દાઉદને લઇને પાકિસ્તાને દુનિયા દેશોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા છે અને આમા તેને સફળતા પણ હાથ લાગી છે.

Related posts

જ્મ્મુ કાશ્મીરમાંત્રાસવાદીઓ વિરુદ્ધ ઓપરેશન જારી રહેશે

aapnugujarat

इलाहाबाद-आनंद विहार टर्मिनल के बीच स्पेशल रेलगाड़ी का संचालन

aapnugujarat

ઉત્તર પ્રદેશમાં ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે અથડામણ : ૯ના મોત

editor

Leave a Comment

UA-96247877-1