Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુષ્માએ બચેલા હરજીતની વાસ્તવિક વાર્તા પણ દર્શાવી

વર્ષ ૨૦૧૪માં ઇરાકના મોસુલમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે ૪૦ ભારતીયોનું અપહરણ કર્યું હતું. આજે સુષ્મા સ્વરાજે રાજ્યસભામાં અને લોકસભામાં ભારતીયોના મોત અંગે સમર્થન આપ્યું હતું. અમાથી એક ભારતીય હરજીત મસી કોઇરીતે બચીને ભારત પરત ફર્યો હતો પરંતુ આ શખ્સે જે વાત કરી હતી તે ખોટી હતી. સુષ્માએ કહ્યું હતું કે, હરજીત મસીહ પોતાનું નામ બદલીને અલી કરી દીધું છે. તે બાંગ્લાદેશીઓની સાથે ઇરાકના ઇરબિલ પહોંચી ગયો હતો. જ્યાંથી આ શખ્સે સુષ્મા સ્વરાજને ફોન કર્યો હતો. સુષ્માએ કહ્યું હતું કે, આઈએસના ત્રાસવાદીઓએ એક કંપનીમાં કામ કરી રહેલા ૪૦ ભારતીયોને એક ટેક્સટાઇલ કંપનીમાં મોકલવા કહ્યું હતું. તેની સાથે કેટલાક બાંગ્લાદેશી પણ હતા. અહીં તેઓએ બાંગ્લાદેશી અને ભારતીયોને અલગ અલગરીતે રાખવા કહ્યું હતું પરંતુ હરજીતે પોતાના માલિક સાથે રમત રમીને પોતાનું નામ અલી કરી દીધું હતું અને તે બાંગ્લાદેશીઓના ગ્રુપમાં જોડાઈ ગયો હતો. અહીંથી તે ઇરબિલ પહોંચી ગયો હતો. સુષ્માએ કહ્યું હતું કે, આ વાર્તા એટલા માટે સાચી લાગે છે. કારણ કે, ઇરબિલના કિનારેથી હરજીતે ફોન કર્યો હતો. સુષ્માએ એમ પણ કહ્યું હતું કે, હરજીતની વાર્તા એટલા માટે પણ ખોટી લાગે છે કે, જ્યારે તેને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે તે ઇરબિલ કઇરીતે પહોંચ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, તેની પાસે કોઇ માહિતી નથી. સુષ્માએ કહ્યું હતું કે, તેમને કોઇ માહિતી નથી. આ કઈ રીતે થઇ શકે છે. આ શખ્સે તેને ત્યાંથી બચાવી લેવા માટે જ કહ્યું હતું. મસીહે કહ્યું હતું કે, આઈએસના આતંકવાદી ૫૦ બાંગ્લાદેશી અને ૪૦ ભારતીયોને તેમની કંપનીથી બસમાં ફરીને પહાડી ઉપર લઇ ગયા હતા. આઈએસના ત્રાસવાદી પહાડી ઉપર લઇ ગયા બાદ અમને તમામને બીજા ગ્રુપને સોંપી દીધા હતા.
બે દિવસ સુધી કબજામાં રાખવામાં આવ્યા હતા. એજ દિવસે તમામને એક લાઈનમાં ઉભા રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તમામ પાસેથી મોબાઇલ અને પૈસા લઇ લેવામાં આવ્યા હતા. બે ત્રણ મિનિટ સુધી ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે વચ્ચે હતો. તેના પગમાં ગોળી વાગી હતી અને પડી ગયો હતો. બાકી તમામના મોત થઇ ગયા હતા.

Related posts

કેન્દ્ર સરકારના સચિવોથી પણ ઓછું છે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિનું વેતન

aapnugujarat

पूरे देश में टिकट दलालों पर रेलवे की कार्रवाई

aapnugujarat

ઓનલાઇન સસ્તા એસી વેચશે સરકાર, ૪૦% સુધી લાઇટ બિલની થશે બચત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1