Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓનલાઇન સસ્તા એસી વેચશે સરકાર, ૪૦% સુધી લાઇટ બિલની થશે બચત

ગરમીમાં દરેકને એસીમાં રહેવું પસંદ પડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને સરકાર જલ્દી સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે. સરકાર માર્કેટ રેટથી ૧૫ ટકા સસ્તા અને બ્રાન્ડેડ એસી ખરીદવાની તક આપશે. સરકારી કંપની ઇઇએસએલ જલ્દી ભારતીય બજારમાં સસ્તા એસી લોન્ચ કરવા જઈ રહી છે. આ એસીની કિંમત બજેટ રેન્જમાં તો હશે સાથે સાથે વધારે લાઇટ બિલની ઝંઝટથી પણ છુટકારો અપાવશે.આ એસીને ઘરે બેઠા એક ક્લિક ઉપર ખરીદી શકો છો અને ઇચ્છો તો એક્સચેન્જ ઓફરનો ફાયદો પણ ઉઠાવી શકો છો. પોતાના જૂની એસી બદલાવી પણ શકો છો.
આનાથી તમારા લાઇટના બિલમાં લગભગ ૩૫-૪૦ ટકાનો ઘટાડો થશે. સરકારની આ સુવિધા આગામી દોઢ મહિનામાં આપવાની છે.એલજી, પેનાસોનિક, બ્લૂ સ્ટાર, ગોદરેજ જેવી કંપનીઓ એસી સપ્લાય કરવાની રેસમાં છે.
ઓનલાઇન બુકિંગના ૨૪ કલાકની અંદર એસી તમારા ઘરમાં લગાવવાની ગેરન્ટી પણ છે. આ માટે સરકારી કંપની ઇઇએસએલ જુલાઈથી ગ્રાહકો માટે માર્કેટ પ્લેસ લોન્ચ કરશે.ઉલ્લેખનીય છે કે ઇઇએસએલ એ જ કંપની જે દેશના ઘણા ઘરોમાં સસ્તા એલઇડી બલ્બ અને ટ્યૂબલાઇટ ઉપલબ્ધ કરાવે છે.
હવે કંપનીનું લક્ષ્યાંક ઘરે-ઘરે સસ્તા એસી પહોંચાડવાનો છે. આ કંપનીએ સસ્તા ટ્યૂબલાઇટ અને પંખા વેચવાનું કામ વિજળી આપનાર કંપની ડિસ્કોમ સાથે મળીને કર્યું હતું.ગ્રાહકોને જુલાઈ સુધીમાં સસ્તા એસી મળવાના શરુ થઈ જશે. કંપનીએ આગામી વર્ષ સુધી ૨ લાખ લોકોને એસી વેચવાનો ટાર્ગેટ રાખ્યો છે. આ એસીને એવા જ ગ્રાહકો ખરીદી શકશે જેના નામ ઉપર લાઇટનું કનેક્શન હશે.

Related posts

सहरसा तथा अम्बाला के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

पाक की चिंता करें इमरान खान : ओवैसी

aapnugujarat

પરિવહન મંત્રી ગડકરીએ પાર્કિંગને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1