Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એનડીએ સરકારની સામે આવતીકાલે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરાશે

આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે આવતીકાલે વાયએસઆર કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવનાર છે. વાયએસઆરના સાંસદ વાઇબી સુબ્બા રેડ્ડી કેન્દ્ર સરકારન સામે લોકસભામાં અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરનાર છે. આ મામલે રેડ્ડીએ લોકસભાના મહાસચિવને નોટીસ આપીને આ મુદ્દાને સોમવારના દિવસે કાર્યવાહીમાં હાથ ધરવા માટે કહ્યુ હતુ. સાથે સાથે આ મુદ્દા પર વિપક્ષી દળોના નેતાઓ સાથે વાતચીત કરી હતી. મોટા ભાગના વિરોધ પક્ષો અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપી રહ્યા હોવા છતાં સરકારની સામે કોઇ ખતરો નથી. અવિશ્વાસ દરખાસ્ત મારફતે મોદી સરકારની સામે માહોલ બનાવવાના વિપક્ષ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ દરખાસ્તને હવે મંજુરી મળી શકે છે. કારણ કે, મોટાભાગના વિરોધ પક્ષોએ આને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. વાયએસઆર કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને મોટાભાગના વિરોધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. કોંગ્રેસ, અન્નાદ્રમુક, ટીએમસી, એનસીપી અને સીપીએમ જેવા મોટા પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. અલબત્ત વર્તમાન સ્થિતિમાં ભાજપ એકલા દમ પર બહુમતિ પુરવાર કરવાની સ્થિતિમાં તેની સામે કોઇ સંકટ નથી પરંતુ વિરોધ પક્ષોને મોદી સરકાર ઉપર પ્રહાર કરવાની તક મળશે. રાજ્યસભામાં પીયુષ ગોયેલે કહ્યું હતું કે, કોઇપણ સરકાર વર્તમાનની મોદી સરકારથી આંધ્રપ્રદેશના લોકોની જરૂરિયાતો અને માંગોને લઇને વધારે સંવેદનશીલ હોઈ શકે નહીં. સરકાર ખુબ જ ગંભીરતાપૂર્વક આગળ વધી રહી છે. આંધ્રપ્રદેશ તમામ મદદ કરવામાં આવી રહી છે.
આમ આદમી પાર્ટીએ પણ મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્તને ટેકો આપવાની જાહેરાત કરી છે. ટીડીપી અને વાઇએસઆર કોંગ્રેસની દરખાસ્તને શિવસેના પણ ટેકો આપી શકે છે. ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ આ પક્ષોએ તેમના નિર્ણયની જાહેરાત કરી હતી. ગૃહમાં સંસદમાં ઓછામાં ઓછા ૫૦ સભ્યો હોવાની સ્થિતિમાં અવિશ્વાસની દરખાસ્ત સ્વીકારવામાં આવે છે. એનડીએની સરકારની અવધિ દરમિયાન પ્રથમ દરખાસ્ત લાવવામાં આવનાર છે. લોકસભામાં કોંગ્રેસના ૪૮ સાંસદો છે. અન્નાદ્રમુકના ૩૭, ટીડીપીના ૧૬, વાયએસઆર કોંગ્રેસ અને સીપીએમના ૯-૯ સભ્યો રહેલા છે. એઆઈએમઆઈએમ એક સાંસદ ધરાવે છે. ભાજપ આને લઇને કોઇપણ પ્રકારથી ચિંતિત નથી. ભાજપ પોતાની તાકાત પર બહુમતિ ધરાવે છે પરંતુ તેની સાથે સાથી પક્ષો અલગથી છે. જેથી તેની સામે વિરોધ પક્ષોને કોઇ ફાયદો થનાર નથી. મોદી સરકારને એલજેપી છ સભ્યો ધરાવે છે. અકાળી દળના ચાર, આરએલએસપીના ત્રણ, જેડીયુના બે અને અન્યોના છ સભ્યો રહેલા છે.

Related posts

અયોધ્યાના વિકાસ કાર્યો અંગે વડાપ્રધાને સમીક્ષા બેઠક યોજી

editor

मुंबई में पाकिस्तान में ट्रेनिंग कर लौटा सूइसाइड बॉम्बर गिरफ्तार हुआ

aapnugujarat

કમલનાથે ભાજપ સરકારની મીસાકેદીઓ માટેની વધુ એક યોજના બંધ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1