Aapnu Gujarat
ગુજરાત

વસ્ત્રાપુર ગામમાં ગેરકાયદે દબાણો દૂર કરાતા ચકચાર

વસ્ત્રાપુર ગામના રોડ પર ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કવાયત આજે હાથ ધરવામાં આવી હતી. તંત્રના અધિકારીઓ મોટા કાફલા સાથે વસ્ત્રાપુર ગામમાં પહોંચ્યા હતા અને રોડ પરના ગેરકાયદે બાંધકામોને તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. બીજી બાજુ મળેલી માહિતી મુજબ નવા પશ્વિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં વસ્ત્રાપુર તળાવથી આઈઆઈએમ બ્રિજના છેડા સુધીના અસમતોલ પહોળાઈ ધરાવતા આશરે ૪૦૦ મીટર હયાત રસ્તાને એકસરખો ૭૦ ફુટ પહોળો કરવાની તંત્રની કામગીરીમાં હવે ગઈ કાલથી શરૂ થયેલી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ એકઝામનું વિઘ્ન નડ્યું છે. વસ્ત્રાપુર તળાવથી આઈઆઈએમ બ્રિજના છેડા સુધીના બયાત રોડનો મામલો કોર્પોરેશનમાં લાંબા સમયથી ગાજી રહ્યો છે. આ અસમતોલ પહોળાઈ ધરાવતા રોડને એકસરખો સમાંતર કરવાની દરખાસ્ત છેક ગયા નવેમ્બર ૨૦૧૬માં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઈ હતી. અત્યારે હયાત રોડ ૨૫ થી ૩૦ ફુટ જેટલો હોઈ અહીં વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. અંધજનમંડળ ચાર રસ્તા પર કરોડોના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ બનાવ્યા બાદ ટ્રાફિકની સ્થિતિ સુધારવાના બદલે આઈઆઈએમ બ્રિજના છેડા પર વધુ વણસી છે. વસ્ત્રાપુર તળાવથી બ્રિજ સુધના તોડી પાડવાના કામને હાલ હાથ નહીં ધરવાના સંકેત પણ મળી રહ્યા છે.

Related posts

૩ જાન્યુઆરીએ નક્કી થશે વિધાનસભાના વિ૫ક્ષી નેતા

aapnugujarat

સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

aapnugujarat

गुजरात गौरव महा-संपर्क अभियान की शुरुआत हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1