Aapnu Gujarat
બ્લોગ

૮ માર્ચ સિવાયનાં દિવસોમાં કેમ મહિલાઓને માન અપાતું નથી……

દુનિયાનો છેડો ધર એ કહેવત ખૂબજ પ્રખ્યાત છે. અને સ્ત્રીને માટે પ્રથમ કાર્યક્ષેત્ર તેનું ઘર છે. ‘એક માતા સો શિક્ષક્ની ગરજ સારે છે’ એ સિધ્ધાંત અનુસાર માતા પોતનાં બાળકોને શિક્ષણ આપવામાં અને ચારિત્ર્યધડતર કરવામાં પોતના જીવનની શક્તિ ખર્ચે ઇષ્ટ છે. કારણ કે જે કર ઝુલાવે પારણું તેનું જગત પર શાસન છે.પુરૂષપ્રધાન સમાજ હોવા છતાં સ્ત્રીઓને સમાજમાં વધારે આદર સન્માન અપાય છે. જાહેર વાહન-વ્યવહારના પરિવહનો બસ,ગાડી વગેરેમાં સ્ત્રીઓ માટે એક આખો ડબ્બો જ અલયદો જોડવામાં આવે છે. આ શું દર્શાવે છે? સ્ત્રીઓ માટે આ સમાજમાં પ્રવર્તતી લાગણીનું જ આ પ્રતિબિંબ છે.સમાજમાં સ્ત્રીનાં અનેકવિધ સ્વરૂપો છે. માતા,પત્ની, પુત્રી અને બહેન .આ તમામ સ્વરૂપોમાં માતા સ્વરૂપે તો સ્ત્રીઓની પૂજા કરાય છે. ‘માતૃદેવો ભવઃ’ એ ઉપદેશ આધુનિક નથી ,છેક વેદકાળથી ભણાવવા માં આવતો આ ઉપદેશ છે. જે ‘સ્ત્રી’ નું સમાજમાં પહેલું સ્થાન દર્શાવે છે.સમાજને ‘રામ’ ની જરૂર છે. તો તેથી પહેલી જરૂર સમાજને ‘’કૌશલ્યા’’ જેવી માતાની છે , તેવી જ રીતે ‘સીતા’ ની પણ જરૂર છે. જો આપણા સમાજનાં સ્વ્છતા , સુંદરતા,સરળતા અને સહજતા જોઇતી હોય તો પહેલી જરૂરીયાત આગળ જણાવ્યું તેમ કૌશલ્યા જેવી અનેક માતાઓની જરૂર છે જેના થકી અત્યારે આપણે અનેક “રામ” ને પામી શકીશું.એવીજ રીતે શિવાજી વીર અને પ્રતાપી હતા. તેમની વિરતા તેમની માતા જીજાબાઈ નેજ આભારી છે. આપણા સમાજમાં એક તાસીર છે કે બાળકનો પહેલો ગુરૂ તેની માતા છે. માતા જેવા અને જેટલા સંસ્કારોનું સિંચન કરશે તેટલોજ આદર-સત્કાર તે પોતાના બાળક થકી પામી શક્શે.આ વાત આપણા સમાજમાં દરેક સભ્યને લાગું પડે જ છે .”નારી તુ નારાયણી ” સ્ત્રીનું જીવન ,સ્નેહ, સહનશીલતા,ત્યાગ અને બલિદાનનું છે. કુટુંબ,સમાજ કે દેશના હિત માટે ધૂપસળીની જેમ બળી જઈને સુવાસ ફેલાવવામાં નારી(સ્ત્રી) સન્માનને પાત્ર જ છે. જે ઘરોમાં નારીની પૂજા થાય છે, જે ઘરોમાં નારીને સન્માન મળે છે. ત્યાં અને તે ઘરો માં દેવતા નો સદાય વાસ રહેતો હોય છે.સ્ત્રીઓ માટે આજે અનેક વ્યવસાયોનાં દ્વાર ખૂલ્યા છે. ખાસ કરીને વૈદકીય અને આરોગ્યને લગતાં ક્ષેત્રમાં તેઓ ધણુંજ સુંદર કામ કરી શકે તેમ છે . તે ઉપરાંત આજે તો જીવનના લગભગ અનેક વ્યવસાયોમાં સ્ત્રીઓને સાંકળી લેવામાં આવી છે.ભલે સ્ત્રી ગમે તેટલી આગળ આવે ,પણ સ્ત્રીની લાગણીઓ તો એજ રહેશે જ એમા કોઈ શંકા ને સ્થાન નથી .આજના સમયની મહિલા ખૂબ જ આગળ વધી ગઇ છે. છેલ્લા બે દાયકાથી તો દરેક ક્ષેત્રમાં તે અગ્રેસર જોવા મળી રહી છે, ત્યારે વર્કીંગ પ્લેસ પર પણ તેમના આ દિવસને તેમના માટે સ્પેશિયલ બનાવવામાં આવે છે. જોકે સાથે મનમાં એવો સવાલ પણ ઊભો થાય છે શા માટે ફક્ત એક જ દિવસે મહિલાઓને માન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રમાં ઝઝૂમતી અને ટોચના સ્થાને પહોંચેલી મહિલા, પુરુષોની કેટકેટલાય પ્રકારની હરકતોનો ભોગ બને છે. તેમાં પણ ન્યાય મેળવવા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો શું ફક્ત ૮ માર્ચ સિવાયના દિવસોમાં તેમને માન કેમ આપી શકાતું નથી.વર્કીંગ શબ્દની વાત કરું તો, ફક્ત નોકરી કરતી મહિલાઓ માટે જ આ દિવસને સ્પેશિયલ બનાવવો જોઇએ તેવું નથી. ઘરમાં રહેતી ગૃહિણી વિશે વિચારો તો તે પણ એકરીતે નોકરીયાત મહિલા જ કહેવાય છે. નોકરીયાત મહિલા અને ગૃહિણી બંનેમાં ફરક માત્ર એટલો છે, કે ઓફિસમાં કામ કરનારી મહિલાને દર મહિને પગાર મળે છે, જ્યારે ઘરે રહીને કામ કરનારી મહિલાને કોઇ પગાર મળતો નથી.
આજની મહિલા ઘર અને ઓફિસ બંને ક્ષેત્રને સંભાળે છે, પણ હજીપણ આપણા ગામડાઓમાં અને કેટલાક શહેરોમાં પણ મહિલાઓ ઘરે રહીને ઘર-પરીવારને સાચવવાની જવાબદારી નિભાવી રહી છે. સારું ભણતર અને સારી નોકરી મળતી હોવા છતાંય તે પોતાના કુટુંબને સાચવવામાં પોતાની પહેલી ફરજ સમજે છે. પુરુષ પોતાની સાથે કામ કરનારી કર્મચારી મહિલાઓને મહિલા દિન નિમિત્તે ખાસ વિશ કરે છે અને કેટલાક તો ભેટસોગાદો પણ આપે છે. કોઇ ઓફિસનો બોસ હોય તો તે પોતાની ઓફિસની તમામ મહિલા કર્મચારીઓ માટે ખાસ પાર્ટી રાખે છે. જોકે આ બધી બાબતોનો અર્થ કેટલો. શું કોઇ પતિએ ક્યારેય તેના ઘરને સાચવનારી, તેના માતા-પિતાની કાળજી લેનારી, પોતાના સંતાનોનો યોગ્ય ઉછેર કરનારી કે પતિને સાચવનારી પત્ની માટે ક્યારેય મહિલા દિન નિમિત્તે તેને વિશ કર્યું છે.? તેના માટે કોઇ સરપ્રાઇઝ પાર્ટી રાખી છે.? જવાબ કદાચ નામાં આવી શકે છે.દરેક પુરુષ પોતાની સહકર્મચારીને માન આપે કે મહિલાદિન નિમિત્તે તેને વિશ કરે કે ભેટસોગાદ આપે તે કોઇ ખોટી બાબત નથી પણ સાથે જ તેણે તેના ઘરની, પોતાની પત્નીને ક્યારેય ભૂલવી જોઇએ નહીં. ઘરની જવાબદારીઓ સંભાળવી સૌથી અઘરી અને કપરી બાબત છે. જે ઘરમાં મહિલા નથી હોતી તે ઘરની સ્થિતીનું વર્ણન કરવું પડતું નથી, તે દેખાઇ જ જાય છે. પતિએ તેની પત્નીને હંમેશા તેના કામના વખાણ કરવા જોઇએ. આ દિવસે ખાસ તેને વિશ કરીને તેનું જીવનમાં અને કુટુંબમાં શું મહત્વ છે, તે કહેવું જોઇએ, જેથી તમારી ઘરની ગૃહિણીને તમે તેની કેટલી કદર કરો છો, તેનો અહેસાસ થશે. બાળકો પણ જેમ શાળામાં ટીચર્સ ને કે અન્યોને વિશ કરે છે, તે રીતે પોતાની માતાને પણ વિશ કરીને સરપ્રાઇઝ ગીફ્ટ કે પાર્ટી આપવી જોઇએ. બાળકો માટે તેમની માતાએ શું કર્યું છે. તે ક્યારેય ભૂલવું જોઇએ નહીં. મહિલા વિનાનું જીવન કેવું હોય છે, તે તો જેના ઘરમાં સ્ત્રીના હોય તે જ સમજી શકે છે.મહિલા દિન આખા વિશ્વમાં ઊજવાય છે, પણ કેટલો મનથી ઉજવાય છે, અને કેટલો ઊજવવા માટે કે દેખાડો કરવા માટે ઊજવવામાં આવે છે, તે તો ખ્યાલ આવી જ જાય છે. આખું વર્ષ મહિલાઓને જે સ્થળે હેરાનગતિ થતી હોય, ત્યાં ફક્ત વર્ષનો એક દિવસ તેને મહત્વ આપવામાં આવે તો તે કેટલું યોગ્ય ગણાય છે. ઘર હોય કે ઓફિસ મહિલાઓ દરેક ક્ષેત્ર માં પોતાનું બેસ્ટ આપવાનો સદંતર પ્રયત્ન કરે છે. પરંતુ તેમ છતાંય પુરુષના મનમાં તેની કિંમત આજેપણ કેટલી છે, તે માપવી મુશ્કેલ છે. મહિલાઓ ઓફિસમાં હોય કે ઘરમાં કાર્ય કરતી રહે તે સૌને ગમે છે, તેના વખાણ પણ થતાં હોય છે, પણ જો તે આગળ નીકળવાનો પ્રયત્ન કરે કે, ઉપરવટ જાય તો બંને સ્થળોએ તેને દબાવી દેવાના પ્રયત્નો કરવામાં આવે છે.સાચા અર્થમાં વુમન્સ ડે ત્યારે જ ઊજવાશે જ્યારે મહિલાઓ પુરુષોના તમામ પ્રકારના અત્યાચારોમાંથી બચી જશે અને તેનું જીવન નિશ્ચિંત બની જીવી શકશે. પુરુષોના મનમાં મહિલાની માનવાચક છબીનું ચિતરામણ થશે તે દિવસ જ સાચો મહિલા દિન કહેવાશે. નહીંતર બાકી તો મનથી નહીં પણ મજબૂરીથી ઊજવાતા આ દિવસનો કોઇ અર્થ રહેતો નથી.મહિલાઓ માટે સૌથી વધારે ચર્ચાતો અને બોલતો વિષય એટલે જાતીય સમાનતા ..ઇક્વાલીટી નારીજાતિ માંગ કરે છે કે અમને પુરુષોની સમકક્ષ દરજ્જો આપો સમાન હક્ક આપો.. વી આર ઇક્વલ ટુ મેન..એમને પુરુષ સમોવડી બનવું છે. અને આ સમાનતા એટલે એ દરેક બાબતોમાં જે પુરુષને લાગુ પડે એજ સ્ત્રીને લાગુ પડે પ સમાનતા જોઈતી હોય તો પછી બધીજ બાબતોમાં સમાન રહેવું પડે આપણા દેશમાં ને સમાજમા ઘણી બાબતોમાં સ્ત્રીઓ માટે નીતિ નિયમો જુદા છે જેમકે મહિલા કર્મચારી ને મોડા સુધી ઓફિસમાં રોકવામાં નથી આવતી, એમને ટ્રાવેલિંગ માટે ટ્રેન અને બસમાં આરક્ષિત સીટ આપવામાં આવે છે, ઇન્કમટેક્સમાં મહિલા માટે ઓછો રેટ રાખેલ છે, ઘણીવાર ગવર્નમેન્ટ જોબ માટે અને કોલેજો માટે પણ મહિલાઓ માટે ખાસ બેઠકો રાખવામાં આવે છે જે મહિલાઓના મતે યોગ્ય છે અને જેનાથી તેઓ ખુશ પણ છે .. ઉપરાંત ઘરમાં કે ઓફિસમાં મહિલા પોતે પણ એવો આગ્રહ રાખે છે કે સામેની વ્યક્તિ વાણી, વર્તન અને વ્યવહારમાં એ ધ્યાન રાખે કે સામે એક સ્ત્રી છે પ તો પછી આમાં ઇક્વાલીટી ક્યાંથી આવી.સ્ત્રી સર્વ શ્રેષ્ઠ છે એનું સ્થાન પુરુષો કરતા ક્યાંય ઉચ્ચ અને અનોખું છે જગતમાં સર્જન કરવાની શક્તિ જો ઈશ્વરબાદ કોઈને મળી હોય તો એ સ્ત્રી છે પસ્ત્રી પુરુષને જન્મ આપે છે અને પુરુષનું જન્મ થી મુત્યુ સુધીનું સમગ્ર અસ્તિત્વ સ્ત્રીઓને આધારિત છે જેનું અસ્તિત્વ આપણા પર નિર્ભર હોય એવા વ્યક્તિની સમાન થવાનો હક માંગવો મૂર્ખામી લાગે સ્ત્રી જયારે ઇક્વાલીટીની માંગ કરે છે ત્યારે પોતાની જાતને નિમ્ન કક્ષાએ મૂકી દે છે. આજે દુનિયાના દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાનું સ્થાન બનાવી ચુકી છે.. ઘૂંઘટ ઓઢીને ઘરમાં ઢબુરાયેલી સ્ત્રીઓ આજે જીન્સ ટીશર્ટ પહેરી બહાર નીકળતી થઈ છે ટ્રાફિક પોલીસથી માંડી પેટ્રોલ પંપ, કથક ડાન્સથી લઇ રોબોટીક્સ, પાંચીકાથી લઇ ક્રિકેટ સુધી અને ઘરથી લઇ અંતરીક્ષ સુધી, સ્ત્રીઓ એ પોતાનો પગ જમાવ્યો છે.. ગવર્મેન્ટ પણ સ્ત્રી સશક્તિકરણ માટે પ્રોત્સાહનના ભાગ રૂપે જુદા જુદા નિયમો અને યોજનાઓ બનાવેલ છેપ સ્ત્રીની પ્રગતીને વેગ મળે છે પ પણ એનો અર્થ એ નથી કે પહેલા સ્ત્રીઓ અશક્ત હતી પ સ્ત્રી સશક્તિકરણના સેમિનાર અને ટ્રેનીંગસ હવે થવા લાગ્યા .. પહેલા નહોતા થતા પહેલા રોબોટીક્સ નહોતું પણ રણનીતિ અને રાજનીતિમાં પારંગત કેટલીયે સ્ત્રીઓ હતી.. એના ઉતમ ઉદાહરણો રૂપ રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ, એનાથી આગળ આવીએ તો ઇન્દીરા ગાંધી જે એકલા હાથે આખો દેશ ચલાવતાપ અને આવા તો કેટલીયે સ્ત્રીઓ થઈ ગઈ ઇતિહાસમાં નારીશક્તિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સીતા .. જે કેટલાય સમય સુધી એકલી રાવણના સામ્રાજ્યમાં રહી છતાંય રાવણ એને અડકી નહોતો શક્યો એક તણખલાને હાથમાં રાખી એને પોતાની રક્ષા કરેલી.. નારી સ્વંય એક શક્તિ છે, એ ધારે તો તારી પણ શકે અને જીદ પર આવે તો સંહારી પણ શકેપ એને સશક્ત કરવાની કોઈ ટ્રેનીંગ ના હોય.. ક્યારેય સાંભળ્યું છે કે સુરજે ઉગવા માટે ટ્રેનીંગ લીધી હોય આજે પણ સમાજ માં સ્ત્રીઓને સ્વતંત્રતા મળેલી છે પણ ઘરના એ નક્કી કરેલા પેરામીટર મુજબ જ.. કંઈ પણ કરતા પહેલા એને પોતાના પિતા કે પતી ને પૂછવું પડે એવું ક્યાંય ના લખાયેલું વચન આપણે આપણા જીવનમાં વણી લીધું છે .. અને જે આ ના પાળે એને સ્વછંદી કહેવામાં આવે છે..મમતા, વાત્સલ્ય, સહનશીલતા, શક્તિ, ક્રોધ, લાગણી, સંવેદના બધાનો સમન્વય એટલે સ્ત્રી, સ્ત્રીનું જીવન નદી જેવું છે .. જેમાં નદી ને અવિરત વહેવાનું છે રોકાવાનું નથી પણ પોતાના બંને કાંઠાની વચ્ચેજ એમ સ્ત્રીને પણ પ્રગતી કરવાની છે.

Related posts

बड़ा कौन ? अभिव्यक्ति की आज़ादी या देश की सुरक्षा

aapnugujarat

શ્રીદેવી : અભિનયની બેતાજ ક્વીન

aapnugujarat

બીડી બાઈની જાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1