Aapnu Gujarat
રમતગમત

આવતીકાલે ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે ચોથી વન-ડે મેચ

ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ વનડે મેચોની શ્રેણીની ચોથી મેચ આવતીકાલે ડ્યુનેડિન ખાતે રમાનાર છે. આને લઇને સ્થાનિક ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઘરઆંગણે ન્યુઝીલેન્ડ પર હાલ શ્રેણી બચાવી લેવાનુ દબાણ દેખાઇ રહ્યુ છે. બીજી બાજુ ઇંગ્લેન્ડ શ્રેણીને જીતી લેવા માટે સજ્જ છે. વેલિંગ્ટનમાં ત્રીજી માર્ચના દિવસે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ ઉપર માત્ર ચાર રને જીત મેળવી હતી. આની સાથે જ વનડે શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૩૪ રન કર્યા હતા. જીતવા માટેના ૨૩૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ આઠ વિકેટે ૨૩૦ રન જ બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસને ૧૧૨ રન કર્યા હતા જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તે પહેલા ૨૮મી ફેબ્રુઆરીના દિવસે માઉન્ટ ખાતે રમાયેલી વનડે શ્રેણીની બીજી વનડે મેચમાં ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. ૭૩ રન ફેંકવાના બાકી હતા ત્યારે જ ઇંગ્લેન્ડે જીત મેળવી લીધી હતી. આની સાથે જ આ શ્રેણી ૧-૧થી બરોબર થઇ ગઇ છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૪૯.૪ ઓવરમાં ૨૨૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જીતવા માટેના ૫૦ ઓવરમાં ૨૨૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમે ચાર વિકેટે ૨૨૫ રન બનાવીને મેચ જીતી લીધી હતી. હવે ઘરઆંગણે જીત મેળવવા માટે ન્યુઝીલેન્ડ પર દબાણ છે.

Related posts

કાવેરી વિરોધ વચ્ચે આઈપીએલ મેચો ચેન્નાઈમાંથી ખસેડવા નિર્ણય

aapnugujarat

बेन स्टोक्स ने फैन को दी गाली

aapnugujarat

ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે આજે અંતિમ ટ્‌વેન્ટી જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1