Aapnu Gujarat
ગુજરાત

દાણીલીમડા વિધાનસભા ચૂંટણી પરિણામ : શૈલેષ પરમારને અંતે નોટિસ અપાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાણીલીમડા બેઠકના પરિણામને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં આજે હાઇકોર્ટે દાણીલીમડા બેઠકના કોંગ્રેસના વિજયી ઉમેદવાર અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક એવા ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના શૈલેષ પરમાર ચૂંટાઇ આવ્યા હતા, જયારે ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જીતેન્દ્ર ઉમાકાંત વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જો કે, દાણીલીમડા બેઠખ પર ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે.જે.મેવાડાનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવાના નિર્ણયથી નારાજ થઇ તેમણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઇકોર્ટમાં આ સમગ્ર મામલે ઇલેકશન પિટિશન દાખલ કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફથી એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણી અધિકારીએ ખોટી રીતે અને બિલકુલ ગેરવાજબી રીતે તેમનું દાણીલીમડા વિધાનસભા બેઠક પર ભરેલું ઉમેદવારી ફોર્મ રદ કર્યું હતું, તેના કારણે તેમને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત થયો નહી. ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવાનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને બંધારણીય જોગવાઇઓથી વિરૂધ્ધનો હોઇ રદબાતલ થવાપાત્ર છે. ચૂંટણી અધિકારીએ ગેરકાયદે રીતે તેમનું ફોર્મ રદ કર્યું હોવાથી તેઓ વિધાનસભાની ચૂંટણી લડી શકયા નહી અને આજે પરિણામો વિપરીત આવ્યા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે દાણીલીમડા વિધાનસભા બેઠકની સમગ્ર ચૂંટણી ફરીથી યોજવા ચૂંટણી પંચ સહિતના સત્તાવાળાઓને હુકમ કરવો જોઇએ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફથી પોતાની ઇલેકશન પિટિશનમાં કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારની જીત સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અરજદાર તરફથી કરાયેલી દલીલો ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, રાજય ચૂંટણી પંચ સહિતના સંબંધિત પક્ષકારો વિરૂધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી હતી અને આગામી મુદત સુધીમાં જરૂરી જવાબ રજૂ કરવા પક્ષકારોને મૌખિક નિર્દેશ કર્યો હતો.

Related posts

વીએસ સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે સાબિત થશે

aapnugujarat

હિંમતનગર આરટીઓ કચેરીમાંથી એજન્ટોને બહાર કરાયા

aapnugujarat

૧૦૯ કામો માટે રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણી માટે મુખ્યમંત્રીની મંજૂરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1