Aapnu Gujarat
મનોરંજન

કંગના રાણાવત ઝાંસી કી રાનીને લઇ ખુબ વ્યસ્ત

બોલિવુડમાં પોતાની સાહસી પ્રવૃતિઓ અને બોલ્ડ નિવેદનના કારણે જાણીતી રહેલી અને પોતાની એક્ટિંગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી ચુકેલી કંગના રાણાવત હાલમાં કેટલાક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત બનેલી છે, તે મણિકર્ણિકા ઝાંસી કી રાની ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા હાલ ભારે મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં તે ઝાંસી કી રાનીના રોલમાં નજરે પડનાર છે. ગયા વર્ષે તે પોતાની પર્સનલ લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી હતી, તેના નિવેદનના કારણે પબ્લિક ડિબેટ પણ જોવા મળી હતી. કંગનાએ એક બોલિવુડ અભિનેતા સાથે પોતાના રિલેશનશીપને લઇને વાત કરીને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ બોલિવુડના અનેક કલાકારો તેના સમર્થનમાં અને કેટલાક વિરોધમાં આવી ગયા હતા. કંગનાએ બોલિવુડ સ્ટાર સાથે પોતાના રિલેશનશીપ હોવાનો દાવો કરીને કહ્યુ હતુ કે આ કલાકારે તેની સાથે લગ્ન કરવાનુ વચન આપી તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હાલમાં જ કંગનાએ ખુલાસો કર્યો હતો કે તે પોતાની અગાઉની રિલેશનશીપમાં ફ્લોપ સાબિત થઇ છે. તેનુ કહેવુ છે કે તે સંબંધને લઇને ખુબ સાવધાન હતી પરંતુ તે અવાસ્તવિક આશાઓને પૂર્ણ કરી શકી ન હતી. કંગનાએ કહ્યુ હતુ કે સમયની સાથે બીજી વ્યક્તિએ પણ તેની સાથે ખોટા વાયદા કર્યા હતા. ત્યારબાદથી તમામ ખોટી બાબતો બનવા લાગી ગઇ હતી. પોતાની નિષ્ફળ રિલેશનશીપ અંગે વાત કરતા કંગના કહે છે કે તે હવે લગ્ન કરવા અને પરિવાર શરૂ કરવા માટે વિચારી રહી છે. જો કે કંગનાએ આવી કોઇ વાત કરી નથી કે તે ક્યારેય અને કોની સાથે લગ્ન કરવા જઇ રહી છે. હાલમાં તો કંગનાના લાખો ચાહકો તેની શાનદાર એક્ટિંગ જોવા માટે ઉત્સુક છે. તે રિવોલ્વર રાની, ક્વીન, તનુ વીડ્‌સ મનુ જેવી યાદગાર ફિલ્મો કરી ચુકી છે. પોતાના નામ પર ફિલ્મને સફળ કરનાર કંગના અભિનેત્રી તરીકે તમામ કરતા આગળ રહી છે. ઝાંસી કી રાની ફિલ્મને લઇને પણ તે ભારે આશાવાદી છે. ફિલ્મને લઇને તે ટ્રેનિંગ પણ લઇ ચુકી છે.

Related posts

सुशांत केस पर बोले नारायण राणे- मुंबई पुलिस दबाव में कर रही जांच

editor

ફાતિમા શેખ covid-19 પોઝીટીવ

editor

અજય દેવગન સાથે પ્રકાશ ઝા ફિલ્મ બનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1