Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પીએનબી ફ્રોડ વચ્ચે સંસદ સત્રના બીજા તબક્કાની આવતીકાલથી શરૂઆત

સંસદ સત્રના બીજા તબક્કાની આવતીકાલથી શરૂ થઇ રહી છે. સંસદ સત્રના બીજા તબક્કા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ભીંસમાં લેવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો એક બાજુ કમર કસી ચુક્યા છે. બીજી બાજુ પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેંઘાલયમાં હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યા બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએ લડાયક મુડમાં છે. આવતીકાલથી શરૂ થતા સંસદના સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ આમને સામને રહે તેવી શક્યતા છે. અનેક મુદ્દા સત્ર દરમિયાન છવાયેલા રહે તેવી શક્યતા છે. દેશના સૌથી મોટા બેકિંગ કોંભાડ પંજાબ નેશનલ બેંક કોંભાડ જોરદાર ગરમી જગાવે તેવી શક્યતા છે. આ ઉપરાંત હિરા કારોબારી નીરવ મોદી અને તેમના મામા મેહુલ ચોકસી વિદેશ ભાગી જવાના મામલે સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસ પ્રયાસ કરી શકે છે. સંસદના બન્ને ગૃહો બજેટ સત્રમાં એક મહિના સુધી રિશેષ રહ્યા બાદ ફરી મળી રહ્યા છે. બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન ફગીટીવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલ પર ચર્ચા થઇ શકે છે. આ બિલમાં ફરાર થયેલા ફ્રોડ કરનાર લોકો અને ડિફોલ્ટર્સની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઇ ધરાવે છે. સરકારના એજન્ડામાં ત્રિપલ તલાક બિલ પણ છે. પંજાબ નેશનલ બેંકની સાથે ૧૨૭૦૦ કરોડ રૂપિયા અથવા તો ૧૨૭ અબજ રૂપિયાની છેતરપિડીં કરનાર હીરા કારોબારી નીરવ મોદી અને અન્ય આરોપી ફરાર થઇ ગયા બાદ સરકાર દ્વારા ફગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ બિલને સરકારે મંજુર કર્યુ હતુ. એકબાજુ વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના પક્ષોએ આ ફ્રોડ માટે સરકાર પર દોષારોપણ કર્યા છે. નરેન્દ્ર મોદી પર કોંગ્રેસે પ્રહારો કર્યા છે. શરાબ કારોબારી વિજય માલ્યા બાદ હવે નીરવ મોદી ફરાર થઇ જતા સરકાર પણ દબાણ હેઠળ છે. ભાજપનો આરોપ છે કે જ્યારે યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે પીએનબી કાંડની શરૂઆત થઇ હતી. ફ્રોડ સપાટી પર આવ્યા બાદ તેમની સરકારે અસરકારક કામગીરી અદા કરી છે. આ મામલે શાસક અને વિરોધ પક્ષ જોરદાર આમને સામને આવી શકે છે. કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. જો કે સત્ર દરમિયાન ભાજપના સભ્યોને જુસ્સો મળી ગયો છે. કારણ કે નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપની શાનદાર જીત થઇ છે. આંતરિક સુત્રોએ કહ્યુ છે કે ભાજપ પણ લડાયક મુડમાં છે. ભાજપના સભ્યો કોંગ્રેસના શાસનકાળ દરમિયાન સપાટી પર આવેલા મુદ્દાને ઉઠાવી શકે છે. ત્રિપલ તલાક બિલને મુદ્દા પર પણ ખેંચતાણ રહેવાના સંકેત છે. આ બિલમાં તરત છુટાછેડાના કેસમાં મુસ્લિમ પતિને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ભાજપે સાફ શબ્દોમાં કહ્યુ છે કે કોંગ્રેસ અને ડાબેરીઓ તરફથી જોરદાર વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં સંસદમાં ત્રિપલ તલાક બિલ પસાર કરવા માટે સરકાર ઇચ્છુક છે. ઓબીસી કમીશન માટે બંધારણીય દરજ્જા સાથે સંબંધિત બિલ સરકારના એજન્ડામાં સામેલ છે. સંસદમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચા પણ કરવામાં આવનાર છે. સત્રના પ્રથમ હિસ્સામાં બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ.સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે. સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાની શરૂઆત ૨૯મી જાન્યુઆરીના દિવસે થઇ હતી. નાણામંત્રી અરુણ જેટલી પહેલી ફેબ્રુઆરીના સામાન્ય બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવ્યુ હતુ. બજેટ સત્ર રિશેસ સાથે બે તબક્કામાં છે. સેશનનો પ્રથમ હિસ્સો નવમી ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. હવે આવતીકાલે પાંચમી માર્ચથી બીજો હિસ્સો શરૂ થશે જે છઠ્ઠી એપ્રિલ સુધી ચાલશે.પ્રથમ તબક્કા દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કર્યુ હતુ. બજેટ સત્ર પહેલા શિયાળુ સત્ર ભારે તોફાની રહ્યું હતું. સામાન્યરીતે ટૂંકા ગાળાનું રહ્યુ હતું. ૧૫મી ડિસેમ્બરના દિવસે તેની શરૂઆત થઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા આની શરૂઆત થઇ હતી. શિયાળુ સત્ર દરમિયાન ૨૨ દિવસના ગાળા દરમિયાન ૧૩ બેઠકો થઇ હતી. લોકસભાની કાર્યવાહી ૯૧.૫૮ ટકા અને રાજ્યસભાની કાર્યવાહી ૫૬.૨૯ ટકા સુધી રહી હતી. આ સેશન ઐતિહાસિક રહ્યું હતું. કારણ કે, ૧૩ બિલ પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં નવ બિલ પસાર કરાયા હતા.

Related posts

હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા કિનારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ

aapnugujarat

अयोध्या ढांचा विध्‍वंस मामले में जज के रिटायरमेंट पर UP सरकार से SC ने मांगा जवाब

aapnugujarat

મંદિર પ્રણાલી મામલે હસ્તક્ષેપ અયોગ્ય : રજનીકાંત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1