Aapnu Gujarat
મનોરંજન

હવે મલાઇકા અરબાઝ સાથે સમાધાન કરવાના મુડમાં છે

સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન હવે ફરી એકવાર અરબાઝ ખાન સાથે સમાધાન કરી લેવાના મુડમાં દેખાઇ રહી છે. અરબાઝ ખાન અને મલાઇકા અરોરા ખાન પારસ્પરિક રીતે અલગ થઇ ગયા હતા. તેમની વચ્ચે લગ્ન સંબંધ ૧૮ વર્ષ સુધી ચાલ્યા બાદ બન્ને અલગ થયા હતા. બન્ને સહમતી સાથે વિધિવતરીતે અલગ થઇ ગયા બાદ ક્યારેય એક સાથે દેખાયા નથી. જો કે હવે એવા સંકેત મળી રહ્યા છે કે બન્ને સમાધાન કરી લેવાના મુડમાં છે. ગયા વર્ષે મે મહિનામાં તેમની વચ્ચે છુટાછેડાને મંજુરી મળી ગઇ હતી. ત્યારબાદથી મલાઇકા કેટલાક પુરૂષો સાથે નજરે પડી હતી. બોલિવુડના આશાસ્પદ સ્ટાર અર્જુન કપુર સાથે તે કેટલીક વખત નજરે પડી હતી. આ ઉપરાંત મધ્યપૂર્વના એક ટોપનમા બિઝનેસમેન સાથે પણ તેના સંબંધ રહ્યા હતા. હવે એવુ જાણવા મળ્યુ છે કે બન્ને ફરી એકવાર સમાધાનના મુડમાં આવી ગયા છે. મલાઇકા અને અરબાજ એકબીજાના સંપર્કમાં સોશિયલ મિડિયા મારફતે હોવાના હેવાલ મળ્યા છે. જો કે બન્ને તરફથી સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યુ નથી. જો કે રસપ્રદ બાબત એ છે કે છુટાછેડા થયા બાદ પણ મલાઇકા મલાઇકા અરોરા ખાન તરીકે પોતાને સોશિયલ મિડિયા પર રજૂ કરે છે.
હાલમાં તે એક કાર્યક્રમમાં તેની બહેન અને અભિનેત્રી અમૃતા અરોરા સાથે દેખાઇ હતી. ત્યારબાદથી તેમની વચ્ચે સમાધાનની ચર્ચા છે. અરબાઝ અને મલાઇકાની જોડીને સૌથી હોટ જોડી તરીકે પણ ગણવામાં આવી રહી હતી. હવે ફરી એકવાર બોલિવુડમાં અને તેમના ચાહકો વચ્ચે ચર્ચા છેડાઇ ગઇ છે. અરબાઝ અભિનેતા અને નિર્માતા નિર્દેશક તરીકે સતત વ્યસ્ત બનેલો છે. તે હાલમાં દબંગ-૩ને લઇને તૈયારીમાં છે.

Related posts

एथलीट्स के परिवार वालों को पहचान नहीं मिलती है : दीपिका

aapnugujarat

તાપસી પન્નૂની પોસ્ટ પર ભડક્યા સોશિયલ મીડિયા યુઝર્સ, થઇ રહી છે ટ્રોલ

aapnugujarat

બિપાશા બાસુને હવે કોઇ ફિલ્મો મળી રહી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1