Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિંગાપોરમાં સરપ્લસ બજેટ બાદ ૧૫૦૦૦નું બોનસ હશે

સિંગાપોરની સરકારે આજે પોતાના નાગરિકોને એક ખાસ ભેંટ આપી હતી. સિંગાપોરના નાણામંત્રીએ બજેટમાં આશરે ૧૦ મિલિયન સિંગાપોર ડોલરના સરપ્લસની માહિતી આપી હતી. તેના કહેવા મુજબ સરપ્લસને ધ્યાનમાં લઇને સિંગાપોરના ૨૧ વર્ષ અને તેનાથી ઉપરની વયના તમામ નાગરિકોને ૩૦૦ સિંગાપોર ડોલર અથવા તો આશરે ૧૫૦૦૦ રૂપિયા એસજી બોનસ આપવામાં આવનાર છે. નાણામંત્રી હેંગસુઈ કિકે સંસદમાં પોતાના બજેટ ભાષણ દરમિયાન આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બોનસને હાંગબાઓ નામ આપવામાં આવ્યું છે. હાંગબાઓ એક એવી આર્થિક ભેંટ છે જેચ સિંગાપોરમાં વિશેષ પ્રસંગે આપવામાં આવે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ બોનસ દર્શાવે છે કે, સરકાર સિંગાપોરના વિકાસથી મળનાર ફળને દેશવાસી સાથે વહેંચવા માટે કટિબદ્ધ છે. એસજી બોનસ માટેનો ખર્ચ સરકાર માટે ૭૦૦ મિલિયન સિંગાપોર ડોલર છે. આ બોનસને લોકોન આવક મુજબ આપવામાં આવશે. આશરે ૨૭ લાખ લોકોને આ બોનસ ૨૦૧૮ના અંત સુધી ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. ૨૮૦૦૦ ડોલરની આવકવાળા લોકોને ૩૦૦ સિંગાપોર ડોલર એટલે કે ૧૫૦૦૦ રૂપિયા મળશે જ્યારે જે લોકોની આવક ૨૮૦૦૧ સિંગાપોર ડોલરથી શરૂ થયા છે તેમને ૨૦૦ ડોલર એટલે કે આશરે ૧૦૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જે લોકોની આવક ૧૦૦૦૦૦ સિંગાપોર ડોલરથી વધારે છે તેમને ૧૦૦ ડોલર બોનસ એટલે કે પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે. સિંગાપોરના નાણાંકીય વર્ષ ૨૦૧૭ના બજેટ માટે ૯.૬૧ અબજ સિંગાપોર ડોલર સરપ્લસ છે. આ સરપ્લસ રકમનો ઉપયોગ અન્ય કેટલાક કામો માટે પણ કરવામાં આવશે. પાંચ અબજ સિંગાપોર ડોલરનો ઉપયોગ દેશમાં બનાવવામાં આવનાર નવી રેલવે લાઈનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે થશે.

Related posts

अमरीकी अरबपति जेफ्री पर लड़कियों के शोषण का आरोप, सुराग बरामद

aapnugujarat

ભારતે નિકાસ બંધ કરતા પાકિસ્તાનમાં ટમેટાંના ભાવ રૂ.૧૮૦ પ્રતિ કિલો

aapnugujarat

Restarting schools was a national priority, they should be reopened from Sept : UK PM Johnson

editor

Leave a Comment

UA-96247877-1