Aapnu Gujarat
બિઝનેસ

દક્ષિણ આફ્રિકન ટ્રેડ ડેલીગેશન અમદાવાદની મુલાકાતે આવ્યું

સાઉથ આફ્રિકન ટુરીઝમે ભારતમાં તેના સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડની ૧૫મી આવૃતિ સાથે વર્ષ ૨૦૧૮નો પ્રારંભ કર્યો છે અને તેના ભાગરૂપે સાઉથ આફ્રિકન ટુરીઝમનો રોડ-શો અમદાવાદમાં આજે યોજાયો હતો. ભારતમાં પર્યટક ગ્રાહકોની મજબૂત માંગ અને માર્કેટ જોતાં સાઉથ આફ્રિકન ટુરીઝમના ૬૦ સભ્યોનું ટ્રેડ ડેલીગેશન અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યું છે. આજના રોડ-શો દરમ્યાન સાઉથ આફ્રિકન ટુરીઝમ ડેલીગેશને અમદાવાદના પ્રવાસીઓની માંગને પહોંચી વળવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે સાઉથ આફ્રિકાના ટુરીઝમ ફેકટર, પર્યટન આકર્ષણો, વિશ્વસ્તરીય સુવિધા સહિતની બાબતે ઉપયોગી જાણકારી આપી હતી. સાઉથ આફ્રિકન ટુરીઝમના મીડલ ઇસટ ઇન્ડિયા સાઉથ ઇસ્ટ એશિયાના એકટીંગ હબ-હેડ અલ્પા જાનીએ જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાના પ્રવાસીઓમાં અમદાવાદ, ગુજરાત સહિત ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે અને તેમાં હજુ વધારો થાય તે માટેનો અમારો આ પ્રયાસ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૩૦૦થી વધુ એડવેન્ચર એકટીવીટી અને ૩૦૦૦ એકટીવીટી પ્રોવાઇડર્સ સાથે સાઉથ આફ્રિકા વિશ્વનું એડવેન્ચર કેપીટલ છે. ગુજરાતના ટુરીઝમ માર્કેટમાં હવે એડવેન્ચર ટ્રાવેલની માંગ વધી રહી છે તે જોતાં સાઉથ આફ્રિકા શ્રેષ્ઠ ડેસ્ટીનેશન છે. આ સિવાય સાઉથ આફ્રિકાના વૈવિધ્યસભર પ્રદેશો, આઉટડોર એકટીવીટી માટે અનુકૂળ હવામાન, એડવેન્ચર સ્પોર્ટસ, રેઇનબો નેશન સોફ્ટ અને હાર્ડકોર એડવેન્ચર એકટીવીટી ઓફર કરે છે. અહી પ્રવાસીઓ ભૂરપૂર પ્રવાસની મજા માણી શકે છે. જાન્યુઆરી-૨૦૧૭થી સપ્ટેમ્બર-૨૦૧૭ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં ભારતીયોના કુલ આગમનમાં એમઆઇસીઇનું યોગદાન ૩૨.૮ ટકા રહ્યું છે. વર્ષ ૨૦૧૭માં દક્ષિણ આફ્રિકામાં કુલ ભારતીય પ્રવાસીઓમાં ગુજરાતનું યોગદાન ૧૧ ટકા નોંધાયું છે. હબ-હેડ અલ્પા જાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, ૭૦થી વધુ ઇન્ટરનેશનલ એરલાઇન્સ સાઉથ આફ્રિકાને જોડે છે. એક્સ અમદાવાદ ફલાઇટ્‌સ રૂટ પર બેઠકોની ક્ષમતા વધારવાના પ્રયાસો થઇ રહ્યા છે. હાલ અમદાવાદ એમીરાટ્‌સ, ઇથીયોપીયન એરલાઇન્સ અને એતિહાદ એરવેઝ મારફતે સાઉથ આફ્રિકા સાથે જોડાયેલું છે. સાઉથ આફ્રિકા પ્રોડક્ટ યુએસ ડોલરમાં નહી પરંતુ ઝેડએઆરમાં કવોટ થતી હોઇ ભારતીય પ્રવાસીઓ ઓછા નાણાંમાં પ્રવાસનો વધુ સારો અનુભવ અને મજા માણી શકે છે.

Related posts

સેંસેક્સ ૩૭૯ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat

શેલ કંપનીઓ ઉપર પ્રતિબંધ પ્રશ્ને સેટમાં રજૂઆત કરાઈ

aapnugujarat

અર્થતંત્રને લઇને ઇન્ડિયા ઇંક દ્વારા મોદીની પ્રશંસા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1