Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપનાં નવાં કાર્યાલયનું દિલ્હીમાં ઉદ્‌ઘાટન કરાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના નવા હેડક્વાટ્‌ર્સનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પાર્ટીના રાજકીય હોદ્દેદારો, સાંસદો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીની આ નવી ઓફિસ ૬ દિનદયાળ ઉપાધ્યાય માર્ગ ઉપર બની છે. લાલ પથ્થરોથી તૈયાર કરવામાં આવેલી આ ઇમારતને ૧૪ મહિનામાં તૈયાર કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં તમામ પ્રકારની અતિઆધુનિક સુવિધાઓ રાખવામાં આવી છે. ઇમારતમાં અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ઉપરાંત પાર્ટી હોદ્દેદારોના ઓફિસો અને કોન્ફરન્સ હોલ પણ બનાવવામાં આવ્યા છે. આ અવસરે મોદીએ રેકોર્ડ સમયમાં ઓફિસના નિર્માણને લઇને ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને તેમની પાર્ટીને શુભેચ્છા આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજે શ્યામા પ્રસાદ મુખર્જી અને દિનદયાળ ઉપાધ્યાયના આત્માને શાંતિ મળી રહી હશે. આ મહાન નેતાઓએ જેના બિયા રોપ્યા હતા તે વૃક્ષ બનીને આજે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરે છે. સ્વતંત્રતા બાદ જેટલા પણ રાષ્ટ્રીય આંદોલન થયા તેનું નેતૃત્વ જનસંઘ અને ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે. મોદીએ કહ્યું હતું કે, ભાજપ ૧૦૦ ટકા લોકતાંત્રિક પાર્ટી છે. ભાજપમાં નિર્ણય લેવાથી લઇને તેને લાગૂ કરવામાં લોકશાહી વ્યવસ્થા છે. ભાજપ દેશભક્તિના રંગમાં રંગાયેલી પાર્ટી છે. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપે એનડીએના સફળ પ્રયોગ કરીને દાખલો બેસાડ્યો હતો. ભારતની સરહદો અમારી ઓફિસની સરહદો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અમિત શાહે કહ્યું હતું કે, દુનિયાની સૌથી મોટી પાર્ટીની ઓફિસ પણ ભવ્ય છે. પાર્ટીની ઓફિસ એક લાખ ૮૦ હજાર સ્કેવર ફુટમાં છે. પાર્ટીની કામગીરીને ૧૯ ભાગોમાં વિભાજિત કરવામાં આવી છે. આધુનિક સુવિધા સાથે સજ્જ આ ઓફિસના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાજપના અને જનસંઘ સાથે જોડાયેલા મહાપુરુષોની પ્રતિમા મુકવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ પ્રવક્તાઓના રુમ બનાવવામાં આવ્યા છે. ભાજપ પ્રમુખની ઓફિસ ઇમારતની સૌથી ઉપર ત્રીજા માળે રહેશે. બીજા માળ ઉપર પાર્ટીના મહાસચિવ, સચિવો અને ઉપાધ્યક્ષ બેસી શકશે. મિડિયા માટે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ હોલ પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે જેમાં પાર્ટીની નિયમિતરીતે બેઠક થશે. આને દુનિયામાં કોઇપણ રાજકીય પાર્ટીની સૌથી મોટી ઓફિસ તરીકે ગણવામાં આવે છે. હજુ સુધી પાર્ટીની ઓફિસ ૧૧ અશોક રોડ ઉપર હતી. હવે ભાજપ અશોક રોડની ઓફિસની જગ્યાને સરકારને પરત આપી દેશે.

Related posts

राजकीय सम्मान के साथ पंचतत्व में विलीन हो गए अरुण जेटली

aapnugujarat

કેજરીવાલ સરકારે લીધો મોટો નિર્ણય

editor

જોધપુર સીટ પર કેન્દ્રીય કૃષિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની પ્રતિષ્ઠા દાવ પર લાગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1