Aapnu Gujarat
બિઝનેસ

૧૦ પૈકીની પાંચની માર્કેટ મૂડી ૩૮૭૨૪ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોપની દસ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૩૮૭૨૪ કરોડનો ઘટાડો થયો છે. જ્યારે પાંચ કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં એસબીઆઇની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયોછે તેમાં ટીસીએસ, આઇટીસી, મારૂતિ સુઝુકી ઇન્ડિયા અને ઓએનજીસીનો સમાવેશ થાય છે. જ્યારે આ સપ્તાહ દરમિયાન આરઆઇએલ, એચડીએફસી બેંક, એચડીએફસી , એચયુએલ અને ઇન્ફોસીસનો સમાવેશ થાય છે. આંકડા દર્શાવે છે કે એસબીઆઇની માર્કેટ મુડીમાં ૨૧૨૭૮.૦૧ કરોડનો ઘટાડો થતા તેની માર્કેટ મુડી ઘટીને ૨૩૪૫૭૬.૦૬ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે ટીસીએસની માર્કેટ મુડી ૬૭૧૯ કરોડ રૂપિયા ઘટીને ૫૬૨૨૬૪.૫૫ કરોડ થઇ ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ તે હવે બીજા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે આઇટીસીની માર્કેટ મુડીમાં ૬૦૩૫.૬૨ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મુડી ઘટીને ૩૨૪૭૬૫.૧૫ કરોડ થઇ ગઇ છે. મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં ૩૨૧૫.૬૫ કરોડનમો ઘટાડો થતા તેની મુડી ઘટીને હવે ૨૬૭૦૩૮.૭૭ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મુડી ૧૪૭૫.૮૨ કરોડ ઘટીને ૨૩૯૪૬૮.૧૭ કરોડ થઇ ગઇ છે. બીજી બાજુ આરઆઇએલની માર્કેટ મુડીમાં ૧૫૦૪૩.૫૫ કરોડનો વધારો થયો છે જેથી તેની માર્કેટ મુડી ૫૮૩૮૧૬.૭૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૭૦૩૭.૪૬ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી ૪૮૭૨૪૩.૪૬ કરોડ થઇ ગઇ છે. એચડીએફસીની માર્કેટ મુડી ૬૮૦૩.૩૧ કરોડ વધીને ૨૯૦૧૩૯.૭૨ કરોડ થઇ ગઇ છે. એચયુએલની માર્કેટ મુડી ૩૬૯૦.૪૩ કરોડ વધીને ૨૯૨૭૩૪.૯૦ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મુડી ૨૮૫૦.૨૪ કરોડ વધીને ૨૪૫૬૭૭.૬૦ કરોડ થઇ ગઇ છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૨૮૭ પોઇન્ટનો અથવા તો ૦.૮૪ ટકાનો ઉછાળો રહ્યો છે. નિફ્ટીમાં છેલ્લા સપ્તાહમાં ૯૩ પોઇન્ટનો ઉછાળો રહ્યો છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઇએલ ફરી પ્રથમ સ્થાન પર પહોંચી ગઇ છે. જ્યારે ટીસીએસ બીજા સ્થાને છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઇએલ અને ટીસીએસ વચ્ચે સીધી સ્પર્ધા નંબર વનના સ્થાનને લઇને ચાલી રહી છે. આવતીકાલથી શરૂ થતાં નવા સેશનમાં ફરીવાર માર્કેટ મૂડીને લઇને સ્પર્ધા જામશે.

Related posts

આરબીઆઈએ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કર્યો

aapnugujarat

घोटाले से उबरने में नाकाम रही पंजाब नैशनल बैंक ?

aapnugujarat

છ પીએસયુ બેંકોમાં ૧૦૦૦૦ કરોડ તાત્કાલિક ઠલવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1