Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ત્રિપુરામાં આવતીકાલે મતદાન : ૨૫ લાખથી વધુ મતદાર ઉત્સાહિત

જેની ઉત્સુકતાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી હતી તે ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યો મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે. આ ત્રણ રાજ્યો પૈકી ત્રિપુરામાં આવતીકાલે મતદાન યોજાનાર છે. ત્રિપુરામાં મોટા ભાગે આદિવાસી વસ્તી છે. ૨૫ વર્ષના લાંબા ગાળાથી પ્રદેશની સત્તા પર રહેલા ડાબેરીને પછડાટ આપવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. પૂર્વોતરમાં પોતાની સ્થિતીને મજબુત કરવા માટે ભાજપે તમામ પાસાનો આ વખતે ઉપયોગ કર્યો છે. આવતીકાલે ત્રિપુરામાં ૫૯ સીટ પર મતદાન યોજાનાર છે. ૨૫.૩૩ લાખથી વધારે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઇ રહ્યા છે. જે મતદારો છે તે પૈકી ૧૨.૮૪ લાખ પુરૂષ મતદારો અને ૧૨.૪૮ લાખ મહિલા મતદારો છે. ૧૧ અન્ય મતદારો પણ છે. તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે. તમામ પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ૫૯, સીપીએમએ ૫૬, ભાજપે ૫૦ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાછે. ક્ષેત્રીય પક્ષો પર મોટા ભાગની સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. ત્રિપુરામાં કુલ ૫૯ બેઠકો માટે ૩૧૭૪ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ધનપુરમાં સૌથી પ્રતિષ્ઠાજનક જંગ ખેલાનાર છે. મુખ્યપ્રધાન માણિક સરકાર મેદાનમાં છે. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામા ંઆવનાર છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા માટે ચૂંટણી પંચે પહેલાથી જ તમામ તૈયારી કરી લીધી છે. તમામ મતદાન મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. તમામ મતદાન મથકો પર વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવાનો પણ નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો છે. આ વખતે ચૂંટણી ભાજપ માટે પણ ઉપયોગી બન ગઇ છે. ભાજપ દ્વારા આ વખતે આક્રમક પ્રચાર કરવામાં આવ્યા બાદ આશા વધી ગઇ છે. વર્ષ ૨૦૧૩માં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપને ૧.૮૭ ટકા મત મળ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૪ બાદથી સતત મહેનત કરવાના કારણે ભાજપે ત્રિપુરામાં પોતાની સ્થિતી મજબુત કરી છે. ભાજપે પોતાના સંગઠનને મજબુત કર્યા બાદ તેના પાસેથી શાનદાર દેખાવની આશા જોવા મળી રહી છે. ભાજપના સાથી પક્ષે પણ શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં કામ કરવા માટે ખાતરી આપ્યા બાદ તેની સ્થિતી મજબુત થઇ છે. વર્ષ ૨૦૧૫માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ ભાજપે તમામ તાકાત ત્રિપુરામાં લગાવી દીધી હતી. ત્રિપુરાના મુખ્યપ્રધાન માણિક સરકાર કહે છે કે રાજ્યમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની હાલત અન્ય રાજ્યોની અપેક્ષા ખુબ સારી બની રહી છે. આદિવાસી લોકોની ભૂમિકા આ વખતે જોરદાર રહેનાર છે. ત્રિપુરામાં વર્તમાન વિધાનસભાની અવધિ છટ્ઠી માર્ચ ૨૦૧૮ના દિવસે પૂર્ણ થઇ રહી છે. રાજ્યમાં ડાબેરી સરકાર વર્ષ ૧૯૯૮થી સત્તામાં રહેલી છે. ત્રિપુરામાં આવતકાલે મતદાન થઇ ગયા બાદ ત્રીજી માર્ચના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ત્રિપુરામાં પણ વીવીપેટ ઇવીએમ સાથે ચૂંટણી યોજાનાર છે. ત્રિપુરામાં એક તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ સ્ટાર પ્રચારકો પ્રચાર કરી ચુક્યા છે. મોદી અને રાહુલે એકબીજા પર પ્રહારો કર્યા હતા. મોદીએ હાલમાં ત્રિપુરા ચૂંટણીને લઇને અગરતલાના શાંતિ બજારમાં ગુરૂવારના દિવસે રેલી યોજી હતી. વડાપ્રધાને ન્યુ ઇન્ડિયા અને ન્યુ ત્રિપુરા જેવા કામ કરવા માટે લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ વખતે ચૂંટણીમાં કોમ્યુનિસ્ટ પાર્ટીને દૂર કરવાની જરૂર છે. ભાજપને જીત અપાવીને વિકાસને પ્રોત્સાહન આપનાર સરકાર બનાવવાની જરૂર છે. વડાપ્રધાને કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકરોને અરાજકતાવાદી કાર્યકરો ગણાવીને કહ્યું હતું કે, આ લોકો ચૂંટણીમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરશે. કારણ કે તેઓ ગણતંત્રમાં નહીં બલ્કે ગનતંત્રમાં વિશ્વાસ રાખે છે. મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અહીંના ગરીબોના ઘર બનાવવા, વિજળી પહોંચાડવા, ગેસના કનેક્શન આપવા માટે પૈસા આપે છે પરંતુ આ પૈસા ક્યાં જતા રહે છે ખબર પડતી નથી. ભાજપની સરકાર બનતાની સાથે જ સૌથી પહેલા આજ કામ કરવામાં આવશે. દેશમાં સાતમુ વેતન પંચ છે જ્યારે ત્રિપુરામાં ચોથા વેતન પંચની બાબત અમલી છે. મોદીએ સાતમા વેતન પંચને અમલી કરવાનુ વચન આપ્યુ હતુ. અમિત શાહ પણ જોરદાર રીતે સક્રિય છે. ત્રિપુરામાં આવતીકાલે સવારે મતદાન શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી સત્તાવાર મતદાન ચાલશે. ત્યારબાદ લાઇનમાં રહેલાઓને મતદાનની તક રહેશે. ઉંચા મતદાનની ખાતરી કરવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

Related posts

સરકારી કર્મીઓનો જુલાઈમાં ૪ ટકા ડીએ વધવાની શક્યતા

aapnugujarat

ટુજી કૌભાંડમાં યુપીએ સરકાર સામે ખોટા પ્રચાર કરાયા : મનમોહનસિંહે દાવો કર્યો

aapnugujarat

ભાજપની સામે ટક્કર લેવા મમતા નવા મોરચાને લઇ આક્રમક બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1