Aapnu Gujarat
ગુજરાત

ફતેવાડી કેનાલ પાસેથી મળેલી લાશ ચાંગોદરની યુવતીની હોવાની પ્રબળ શંકા

શહેરના જૂહાપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલની પાછળના ભાગે એક કન્સ્ટ્રકશન સાઇટ પરથી દટાયેલી હાલતમાં અને કહોવાઇ ગયેલી લાશ મળી આવવાના ચકચારભર્યા પ્રકરણમાં આ લાશ ચાંગોદરની યુવતીની હોવાનું મનાઇ રહ્યું છે. કારણ કે, ચાંગોદરમાં રહેતી એક યુવતીએ તેની નાની બહેન તાજેતરમાં જ ગુમ થઇ હોવા અંગે ચાંગોદર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સરખેજ પોલીસમથકની હદ વિસ્તારમાથી આ લાશ મળી આવી હતી પરંતુ લાશની હાલત અત્યંત વિકૃત હોઇ ઓળખ થઇ શકે તેમ નહી હોવાથી હવે મૃતક અને જાણ કરનાર ચાંગોદરની આ યુવતીના ડીએનએ ટેસ્ટ કરાવવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાય તેવી શકયતા છે. આ અંગેની વિગત એવી છે કે, ગત મંગળવારે સવારે ફતેહવાડી કેનાલની પાછળ આવેલ મશીરા ડુપ્લેક્સ સાઇટ નજીક બિનવારીસ લાશ જમીનમાં અડધી દટાયેલી હાલતમાં મળી આવી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાશ નિર્વસ્ત્ર હાલતમાં હોઇ અને ચહેરાનો ભાગ પણ વિકૃત હાલતમાં હોઇ તેની ઓળખ કરવી મુશ્કેલ બની હતી પરંતુ માથાના લાંબા વાળ પરથી સ્પષ્ટ થયું હતું કે, લાશ કોઇ યુવતીની છે. દરમ્યાન ગઇકાલે ચાંગોદરમાં રહેતી એક યુવતી ચાંગોદર પોલીસ સ્ટેશન આવી હતી અને તેની નાની બહેન છેલ્લા કેટલાક સમયથી ગુમ હોવાની ફરિયાદ કરી હતી. એ વખતે ચાંગોદર પીઆઇએ અઠવાડિયા પહેલા સનાથલ સર્કલ પાસેથી અજાણી યુવતીની સળગેલી હાલમતાં મળી આવેલી લાશના ફોટા આ યુવતીને બતાવ્યા હતા પરંતુ યુવતીએ આ તેની બહેન નહી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન સરખેજ વિસ્તારમાંથી પણ ઉપરોકત અજાણી યુવતીની લાશ મળી આવી હોઇ યુવતીને ત્યાં તપાસ કરવા જણાવાયું હતું જેથી આ યુવતી સરખેજ પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે જમીનમાં દટાયેલી અને વિકૃત હાલતમાં મળી આવેલી ઉપરોકત યુવતીની લાશના ફોટા આ યુવતીને બતાવ્યા હતા પરંતુ તેની ઓળખ શકય ન બનતાં હવે પોલીસે મૃતક યુવતી અને આ યુવતીના બ્લડ સેમ્પલ અને ડીએનએ ટેસ્ટ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. યુવતીએ કરેલા આક્ષેપ મુજબ, સરખેજનો કોઇ મુસ્લિમ યુવક તેની બહેનને ભગાડીને લઇ ગયો હતો, તેથી પોલીસે તે દિશામાં પણ તપાસનો દોર આરંભ્યો છે.

Related posts

અરૂણાચલમાં હેલિકોપ્ટર તુટી પડતા અધિકારીઓના કરૂણ મોત થયા

aapnugujarat

સદનપુર ગામમાં બે નીલ ગાયોને રેસક્યુ કરી બચાવાઈ

editor

રેગ્યુલર સ્કૂલના સમયની જેમ 5થી 6 કલાક ભણાવતી શાળાઓને અપાશે સમય લિમિટ

editor

Leave a Comment

UA-96247877-1