Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

આવતીકાલે સેન્ચુરિયનમાં ભારત – આફ્રિકા વચ્ચે અંતિમ વન-ડે મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે છ વનડે મેચોની શ્રેણીની છટ્ઠી અને અંતિમ વનડે મેચ આવતીકાલે સેન્ચુરિયન ખાતે રમાનાર છે. ભારતે વનડે શ્રેણીને પહેલાથી જ ૪-૧થી જીતી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વધારે મોટા અંતરથી શ્રેણી જીતવા માટે ઇચ્છુક છે. તમામ ખેલાડી શાનદાર ફોર્મમાં છે. જેમાં રોહિત શર્માનો પણ હવે સમાવેશ થાય છે. છેલ્લી મેચમાં રોહિતે ફોર્મ મેળવી લઇને તમામને રોમાંચિત કરી દીધા છે. ચહેલ અને કુલદીપ પણ બોલિંગમાં સારો દેખાવ કરી રહ્યા છે. પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે નવો ઇતિહાસ સર્જયો હતો. મંગળવારનો દિવસ ભારતીય ટીમ માટે મંગળમય રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ આફ્રિકાને તેની જમીન પર જ હાર આપીને શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મંગળવારના દિવસે પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિગ કરતા નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૪ રન કર્યા હતા. ભારત તરફથી શાનદાર ફોર્મ હાંસલ કરીને રોહિત શર્માએ ફરી સદી કરી હતી. તે ૧૨૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૧૧૫ રન કરીને આઉટ થયો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ ૪૨.૨ ઓવરમાં ૨૦૧ રન કરીને આઉટ થઇ ગઇ હતી. તે પહેલા જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮ ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી.કેપટાઉન મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા. ત્યારબાદ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે જોરદાર બોલિંગ કરીને પોતાની ટીમને જીત અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમ જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી.આફ્રિકાની ટીમમાં અનેક ખેલાડી ઇજાગ્રસ્ત હોવાના કારણે રમી રહ્યા નથી. એબી ડિવિલિયર્સ ચોથી મેચમાં ટીમમાં પરત ફર્યો હતો. જ્યારે ડુ પ્લેસીસ અને ડીકોક હજુ ઇજાગ્રસ્ત છે. બન્ને રમી રહ્યા નથી. હાસીમ આમલા સિવાય બાકીના તમામ બેટ્‌સમેનો ભારતીય બોલરો સામે ટકી શક્યા નથી. ભારતીય ચાહકો ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. વધુ એક શાનદાર વનડ મેચ ચાહકોને જોવા મળે તેવી શક્યતા છે. આ મેચને લઇને પણ ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. મેચનુ આવતકાલે સાંજે ચાર વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા અંતિમ ઇલેવનમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા નહીંવત દેખાઇ રહી છે.

Related posts

बैन के बाद पहला घरेलू शैफील्ड शील्ड मैच खेलेंगे स्मिथ-वार्नर

aapnugujarat

પીએમ નરેન્દ્ર મોદી ઈન્ડિયન મુજાહિદ્દીનના હિટ લિસ્ટમાં ટોચ પર

aapnugujarat

West Indies announced squad for Sri Lanka tour

aapnugujarat

Leave a Comment

UA-96247877-1