Aapnu Gujarat
રમતગમત

કોહલીએ અઝહરના ૯૩૭૮ રનના રેકોર્ડને તોડ્યો

વિરાટ કોહલી એક પછી એક રેકોર્ડ તોડીને આગળ વધી રહ્યો છે. વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર તે પાંચમો ખેલાડી બની ગયો છે. દક્ષિણ આફ્રિકા સામે ચોથી વનડે મેચમાં કોહલીએ ૭૫ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગ્સ દરમિયાન કોહલીએ ભારતના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીનના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. અઝહરુદ્દીને વનડેમાં ૯૩૭૮ રન બનાવ્યા હતા. વાન્ડર્સ ખાતે વનડેમાં કોહલીએ ઉલ્લેખનીય દેખાવ કરીને અઝહરને પાછળ છોડવામાં સફળતા મેળવી હતી. ૫૭.૫૫ રનની સરેરાશ સાથે વિરાટ કોહલીએ રન બનાવ્યા છે. ૨૦૬ વનડે મેચમાં તેની આ સિદ્ધી રહી છે. ૨૯ વર્ષીય આ બેટ્‌સમેને વેસ્ટઇન્ડિઝના ધરખમ બેટ્‌સમેન ક્રિસ ગેઇલના રેકોર્ડને પણ તોડી દીધો હતો. ક્રિસ ગેઇલે ૨૭૫ મેચોમાં ૯૪૨૦ રન કર્યા હતા. એકંદરે યાદીમાં સૌથી વધુ રન કરનાર ૧૬ બેટ્‌સમેનોની યાદીમાં તે જોડાઈ ગયો છે. આ યાદીમાં ૪૬૩ વનડે મેચોમાં ૧૮૪૨૬ રન કરીને સચિન તેંડુલકર પ્રથમ સ્થાન ઉપર છે જ્યારે શ્રીલંકાનો આધારભૂત બેટ્‌સમેન કુમાર સંગાકારા ૧૪૨૪૩ રન સાથે બીજા સ્થાને છે. રિકી પોન્ટિંગ ત્રીજા સ્થાને રહ્યો છે. બીજી બાજુ ભારત તરફથી સૌથી વધુ રન કરનાર ટોપ ચાર બેટ્‌સમેનોમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે. સૌરવ ગાંગુલીએ વનડે ક્રિકેટમાં ૧૧૩૬૩ અને દ વોલ તરીકે જાણિતા રહેલા રાહુલ દ્રવિડે ૧૦૮૮૯ રન કર્યા હતા. એમએસ ધોની પણ ૧૦૦૦૦ રનની નજીક પહોંચી ગયો છે. તેને વર્તમાન વનડે શ્રેણીમાં ૧૦૦૦૦ રનની સિદ્ધિ ઉપર પહોંચવાની તક રહેલી છે. ધોની બીજા ૪૪ રન કર્યા બાદ ૧૦૦૦૦ રનની સિદ્ધિ હાંસલ કરી લેશે. બીજી બાજુ વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડવાની પણ નજીક પહોંચી ગયો છે. હાલમાં તેના ધરખમ ફોર્મને જોતા તે આ સિદ્ધિ ખુબ જ ઝડપથી હાસલ કરી લેશે. સચિન, સંગાકારા, પોન્ટિંગ, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ નિવૃત્ત થઇ ચુક્યા છે જ્યારે એમએસ ધોની હજુ રમી રહ્યો છે અને ૧૦૦૦૦ રનની નજીક પહોંચ્યો છે. અઝહરુદ્દીનના રેકોર્ડથી એમએસ ધોની આગળ નિકળી ચુક્યો છે. અઝહરુદ્દીન ઘણા સમય સુધી ભારત તરફથી સૌથી વધારે રન કરનાર બેટ્‌સમેન તરીકે રહ્યો હતો. મહાન બેટ્‌સમેનોની યાદીમાં ભારતના સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ પણ ૧૦૦૦૦થી વધુ રન વનડેમાં કરી ચુક્યા છે.

Related posts

કોહલીએ ખરીદ્યો 2 હજાર સ્ક્વેરફૂટનો વિરાટ બંગલો

aapnugujarat

હરાજી બાદ મોટી તકલીફમાં ફસાઈ કિંગ્સ ઇલેવન પંજાબ

aapnugujarat

महिला विश्व कप : स्वीडन को हराकर नीदरलैंड्स फाइनल में पहुंचा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1