Aapnu Gujarat
રમતગમત

ભારતીય મૂળના ઈન્દિરા નૂઇ બન્યાં આઇસીસીના પ્રથમ મહિલા ડાયરેકટર

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈન્દિરા નૂઇને પહેલી મહિલા ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી છે. ભારતીય મૂળની ઈન્દિરા નૂઇ હાલ પેપ્સીકોના ચેરમેન અને સીઇઓ છે.
ઈન્દિરા નૂઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની પહેલી સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જૂન, ૨૦૧૮થી બે વર્ષ માટે બોર્ડ સાથે જોડાશે. ઈન્દિરાની નિમણૂંક માટે આઇસીસીને કેટલાંક નિયમો બદલવા પડ્યા છે. જૂન, ૨૦૧૭માં આઇસીસીએ સ્વતંત્ર નિર્દેશકના નિમણૂંકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
આ પ્રસ્તાવને સ્વતંત્ર ડાયરેકટર તરીકે કોઈ મહિલા હશે તેવી શરત સાથે મંજૂરી અપાઈ હતી.ઈન્દિરા નૂઇએ કહ્યું કે, “આ ભૂમિકા માટે આઇસીસીની પ્રથમ મહિલા બનીને હું ઘણી જ ઉત્સાહિત છું. બોર્ડ, આઇસીસી વચ્ચેની ભાગીદારી અને ક્રિકેટરો સાથે કામ કરવા અંગે હું ઘણાં સમયથી રાહ જોતી હતી.ઈન્દિરા નૂઇએ વધુમાં કહ્યું કે,હું ક્રિકેટને પ્રેમ કરૂ છું. મેં મારા કોલેજના દિવસોમાં ક્રિકેટની રમત રમી છે અને તેમાંથી ઘણું શીખી છું.આઇસીસીના અધ્યક્ષ શશાંક મનોહરે કહ્યું કે,વધુ એક સ્વતંત્ર ડાયરેકટર અને તે પણ મહિલાની નિમણૂંક, સંચાલનને વધુ યોગ્ય બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. તેમની બે વર્ષ માટે નિમણૂંક કરાઈ છે પરંતુ તેઓને બીજી વખત પસંદ કરી શકાય છે.ઈન્દિરા નૂઇને ફોર્બ્સ મેગેઝીને વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ સુધી સતત ૭ વર્ષ સુધી સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સ્થાન આપ્યું હતું.ફોર્ચ્યૂન મેગેઝીને પણ વર્ષ ૨૦૦૬થી ૨૦૧૦ સુધી પાંચ વર્ષ સુધી વ્યવસાય ક્ષેત્રમાં સૌથી પ્રભાવશાળી મહિલાની લીસ્ટમાં સ્થાન આપ્યું હતું.ભારત સરકારે વર્ષ ૨૦૦૭માં નૂઇને પદ્મ ભૂષણ આપી સન્માનિત કર્યા હતા.આ ઉપરાંત વર્ષ ૨૦૦૮માં તેઓને અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

Related posts

Lara hospitalized in Mumbai due to chest pain

aapnugujarat

ब्राजील स्ट्राइकर गेब्रिएल जीसस पर दो महीने का लगा अंतरराष्ट्रीय बैन

aapnugujarat

आईसीसी महिला टी-20 विश्व कप का अंतिम कार्यक्रम घोषित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1