Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જજ લોયાના મૃત્યુ મામલે ૧૨૦ વિપક્ષી સાંસદોએ એસઆઈટી તપાસની માંગણી કરી

સંવેદનશીલ સોહરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટર કેસમાં સુનાવણી કરનારા જજ લોયાના શંકાસ્પદ મૃત્યુના મામલે ૧૨૦ વિપક્ષી સાંસદોએ સુપ્રીમ કોર્ટના નેતૃત્વમાં એસઆઈટી તપાસની માગણી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને શુક્રવારે રજૂ કરી હતી.  રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ૧૫ પાર્ટીઓનાં ૧૨૦ સાંસદોએ આ માંગ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.રાહુલે કહ્યું છે કે આ ઘણો જ ગંભીર મામલો છે અને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એક સ્વતંત્ર એસઆઈટી જ તેની તપાસ કરી શકે છે. રાહુલે કહ્યું હતું કે જજ લોયાનું મોત શંકાસ્પદ છે. મીડિયાએ તેનું રિપોર્ટિંગ કર્યું છે. દેશમાં તેની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત પણ બે વધુ શંકાસ્પદ મોત થયાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ મામલે હકારાત્મક વલણ દાખવ્યું છે. રાહુલ ઉપરાંત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે અમે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં એસઆઈટીની માગણી કરી છે. જે એવી તપાસ કરી શકે જેવી ટુજી કેસમાં થઈ હતી. કપિલ સિબ્બલે કહ્યું હતું કે અમે ઈચ્છતા નથી કે સીબીઆઈ કે એનઆઈએ તેની તપાસ કરે. કેમકે અમે જાણીએ છીએ કે સીબીઆઈ અધિકારીઓ કઈ રીતે કામ કરે છે. સિબ્બલે એક રીતે સીબીઆઈ પર સરકારના દબાણમાં કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં લોયાના મૃત્યુના મામલે એસઆઈટી તપાસની માગણી અંગેની અરજી પર સુનાવણી ચાલી રહી છે. વિપક્ષના કહેવા પ્રમાણે તેના માટે એ જાણવું જરૂરી છે કે જજ લોયાનું મોત કેવી રીતે થયું હતું.વિપક્ષના જણાવ્યા પ્રમાણે, તેના વિશે અનેક થિયરીઓ ચાલી રહી છે. એવામાં માત્ર એસઆઈટી તપાસથી જ આ મામલો ઉકેલી શકાય છે. જજ લોયા અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બેન્ચે આગળની સુનાવણી માટે ૧૨ ફેબ્રુઆરીની તારીખ આપી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને સીબીઆઈ જજ લોયાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જજ લોયા ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. ૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ તેઓ તેમના સહયોગીના પુત્રીના લગ્નમાં નાગપુર ગયા હતા જ્યાં શંકાસ્પદ સ્થિતિમાં તેમનું મોત થયું હતું.

Related posts

कैलाश मानसरोवर यात्रा फिर से शुरू

aapnugujarat

પ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો શુભારંભ કર્યો

editor

નાગપુરમાં ભાજપના નેતા પાસે બીફ હતું, તપાસમાં થઇ પૃષ્ટિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1