Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ૪૦ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી જબ્બે

શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ એક મહત્વની કામગીરીમાં ગુજરાત રાજયમાં ૪૦ જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ એવા બે કુખ્યાત બુટલેગરો સુનીલ દરજી અને ચિરાગ પંચાલને આજે ઝડપી લીધા હતા. પોલીસે બંને બુટલેગરોને શહેરના સરદારનગર વિસ્તારમાં શીકરપુર રેસ્ટોરન્ટ પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી હવે પ્રોહીબીશનના બીજા ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ આરંભી છે. શહેરના પીરાણા ઓકટ્રોય નાકા ચાર રસ્તાથી પીપળજ જતા રોડ પર આવેલ ગણેશનગર બસ સ્ટેન્ડ સામે એઇએસ ટ્રાન્સસોલ્યુશન પ્રા.લિની સામે આવેલ પ્રદીપભાઇ ઉર્ફે બુટ્ટાભાઇ રેવાભાઇ ભરવાડની માલિકીના ભાડે આપેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂની ૧૦,૬૩૨ નંગ બોટલો અને બીયર ૯૨૪૦ નંગ મળી કુલ રૂ.૪૦.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ તા.૧૧-૩-૨૦૧૭ના રોજ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પ્રકરણમાં ગુજરાત રાજયમાં દારૂબંધી હોવાછતાં મોટાપાયે રાજસ્થાન-હરિયાણા ખાતેથી ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની પ્રાપ્ત થયેલી બાતમીના આધારે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. જેમાં ક્રાઇમબ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી કે, રાજસ્થાન-હરિયાણા ખાતેથી ગુજરાતમાં મોટાપાયે દારૂનો જથ્થો ઘૂસાડવા પાછળ કુખ્યાત બુટલેગરો સુનીલ દરજી અને ચિરાગ પંચાલનો મોટો હાથ છે. આ બંને ગુનેગારો રાજયના ૪૦ જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ હોઇ પોલીસે તેઓને ઝડપી પાડવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બંને બુટલેગરોના લોકેશનની ચોક્કસ બાતમી મેળવી ગઇકાલે તેઓને સરદારનગરમાં શીકરપુરી રેસ્ટોરન્ટ ખાતેથી આરોપી ચિરાગ ઉર્ફે ચિરાગ શેઠ પ્રકાશચંદ્ર થાવરચંદ પંચોલી (જૈન) (ઉ.વ.૩૨) (રહે.ખેરવાડા, મહાવીર કોલોની, જિ.ઉદેપુર, રાજસ્થાન) અને સુનીલ મોતીલાલ દરજી(ઉ.વ.૩૦)(રહે.ગામ ગંદોલી, તા.માવલી, જિ.ઉદેપુર, રાજસ્થાન)ને રંગેહાથ ઝડપી લીધા હતા.
ક્રાઇમબ્રાંચે આરોપીઓની દારૂની હેરાફેરીની મોડેસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કર્યો હતો કે, જેમાં આરોપીઓ રાજસ્થાન-હરિયાણા ખાતેથી પોતાના વાહનોમાં વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરાવતા હતા અને પોતાના વાહનો મારફતે રાજસ્થાનના બિછુવાડા આસપાસના તેમના ગોડાઉનોમાં તે છુપાવી દેતા હતા. બાદમાં ગુજરાત રાજયની બોર્ડરની આસપાસ ચોરીછુપીથી અન્ય વાહનોને લાવી તેમના ગોડાઉનમાંથી લવાયેલો જથ્થો તેમાં ભરી રવાના કરી દેતા હતા. આરોપીઓ ખૂબ જ ચાલાક અને રીઢા હોવાથી ક્રાઇમબ્રાંચે તેઓને ઝડપી મોટી સફળતા મેળવી છે અને પ્રોહીબીશનના વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Related posts

પોલીસ માટે સેરિમોનિયલ, પીટી પરેડ ફરજિયાત રહેશે : ડીજીપી શિવાનંદ ઝાનો આદેશ

aapnugujarat

चांदखेडा क्षेत्र में शादी के लिए बनाये गये १२ तोला के आभूषण की चोरी

aapnugujarat

લીંબડીની આંગણવાડી બહેનો દ્વારા પડતર માંગણી લઈને રજૂઆત

editor

Leave a Comment

UA-96247877-1