Aapnu Gujarat
રાષ્ટ્રીય

નોર્થ ઈન્ડિયામાં વધશે ગરમી, ફેબ્રુઆરી એન્ડ સુધીમાં ૨૮ ડિગ્રી થશે તાપમાન

આ વખતે દિલ્હી સહિત નોર્થ ઈન્ડિયામાં ઠંડીની સીઝન એક સપ્તાહ પહેલા પૂરી થવાની છે. હવામાન વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે, ૨૫ ફેબ્રુઆરી સુધી મેક્સિમમ ટેમ્પરેચર ૨૮ ડિગ્રી સેલ્સિયસ પહોંચી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે, આગામી દિવસોમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર ઓછી દેખાશે અને તેના કારણે હવામાનમાં વધારે ફેરફાર નહીં થાય. શનિવારે દિલ્હીમાં દિવસે ૨૪.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગના ડેપ્યૂટી ડિરેક્ટર ડૉ. દેવેન્દ્ર પ્રઘાનના જણાવ્યા પ્રમાણે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં વાતાવરણમાં ઘણો ફેરફાર આવ્યો છે. ૨૦૧૪માં ૧ માર્ચ સુધી મહત્તમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. તેનું કારણ એ હતું કે ૨૦૧૪માં સતત હવામાનની સિસ્ટમ ઉત્તર ભારતમાં સક્રિય હતી.જ્યારે ૨૦૧૫થી લઈને ૨૦૧૭ સુધીમાં ૨૫ ફેબ્રુઆરી પછીથી તાપમાનમાં વધારો થયો છે. જે મહત્તમ ૨૬થી ૨૭ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. જોકે ઠંડા પવનના કારણે ઠંડક વધુ જોવા મળે છે.૨૦૧૮ના ટ્રેન્ડ પર નજર નાખીએ તો છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં ૪થી૫ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસર નવેમ્બરથી જાન્યુઆરીમાં દિલ્હીમાં જોવા મળી છે. ઉત્તર ભારતથી દિલ્હીની તરફ હવામાનની સિસ્ટમ વધારે એક્ટિવ થઈ નથી. તેના કારણે આ સિઝનમાં ઠંડી વારંવાર પાછી આવી રહી છે.

Related posts

ખેડૂતોને નબળા જંતુનાશકના પરિણામે વર્ષે ૩૦૦૦૦ કરોડનું નુકસાન

aapnugujarat

कृषि बिल के विरोध को लेकर पंजाब-हरियाणा में किसानों का चक्का जाम

editor

ખાનગી કંપનીઓ માટે ડિફેન્સ શિપિંગનાં દ્વાર ખૂલશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1