Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પાણીનો સપ્લાય ઓછો થવાની સંભાવના

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં મહાપાલિકા આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરે તેવી સંભાવના દેખાઇ રહી છે.અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથી દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર પાણી પુરૃં પાડવામાં આવે છે, જે ઘટાડી દેવાશે.તો રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને ૫૦એમએલડી કરી દેવામાં આવશે.પાણીની તંગીને કારણે રાજય સરકારે સિંચાઈ માટે અને ઈન્ડસ્ટ્રીઝને માર્ચ ૧૫ પછી પાણીના સપ્લાયમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી અને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરવામાં આવે તેવી સંભાવના છે. બુધવારના રોજ થયેલી કેબિનેટ મીટિંગમાં સીએમ અને પ્રધાનોને પાણીની તંગી વિશે માહિતગાર કરાયા હતા.તેમજ વોટર સપ્લાય પ્લાન પણ રજૂ કરાયો.અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથી દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર પાણી પુરું પાડવામાં આવે છે, જે ઘટાડીને ૨૦૦ મિલીયન લીટર કરી દેવામાં આવશે. આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને ૫૦એમએલડી કરી દેવામાં આવશે.દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૭ ટકા પાણી ઓછું હોવાને કારણે સુરતમાં પણ કાપ મુકવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ આ વખતે પાણીની તંગી છે તે વાસ્તવિકતા છે જેનો સામનો કરવો જ પડશે. અને શહેરોમાં પાણીકાપની વાત કરી હતી.ગુજરાતમાં ટોટલ સ્ટોરેજ કેપેસિટી કરતાં માત્ર ૪૯.૮ ટકા જ પાણી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૩ ટકા ઓછું છે. મધ્યપ્રદેશમાં નર્મદા જયાંથી પસાર થાય છે તે વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાણીની તંગી ઉભી થઈ છે.રાજયભરના ૨૦૯ ડેમમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાને કારણે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ તરફથી અમુક ભલામણો રજુ કરવામાં આવી છે, જેથી શહેરો, જિલ્લાઓ અને ગામડાઓમાં પીવાનું પાણી પહોંચી રહે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સને ઉનાળામાં મુશ્કેલી ન થાય તે માટે પાણી મુદ્દે પોતાના સેકન્ડરી પ્લાન તૈયાર રાખવા સૂચના પણ અપાઈ હોવાનું મનાય છે

Related posts

ભષ્ટ્ર વિભાગમાં ગૃહવિભાગ પ્રથમ અને મહેસૂલ વિભાગ ત્રીજા ક્રમે : એન્ટી કરપ્શન બ્યૂરો

aapnugujarat

७० वर्ष पुराने मकानों में पुलिस परिवार दहशत के तहत जीते : रिपोर्ट

aapnugujarat

વિધાનસભાના વિ૫ક્ષીનેતા ૫દે ૫રેશ ધાનાણી લગભગ નિશ્ચિત, અશ્વિન કોટવાલ ૫ણ રેસમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1