Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનની મહત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડને બ્રિટને આપ્યો ઝટકો, ભારતને સમર્થન

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી યોજના વન બેલ્ટ વન રોડ પર ભારત શરૂઆતથી જ પોતાનો વિરોધ નોંધાવતું આવ્યું છે. ભારતને હવે આ મામલે બ્રિટનનો પણ સાથ મળ્યો છે.
બ્રિટને ચીનની આ પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટને કહ્યું છે કે, તેને ચીનના આ પ્રોજેક્ટ પર લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ પર શંકા છે.
બ્રિટનના સમાચારપત્રમાં છપાયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે, વડાપ્રથાન થેરેસા મેએ સ્પષ્ટરૂપે ચીનના આ પ્રોજેક્ટનું સમર્થન કરવાથી પોતાને અળગા રાખ્યાં હતાં. પોતાની પહેલી ચીન મુલાકાત દરમિયાન મે એ ચીનને પોતાનો નેચરલ પાર્ટનર ગણાવ્યો હતો પરંતુ વન બેલ્ટ વન રોડ મુદ્દે તેમણે નકારાત્મપ અભિપ્રાય આપ્યો હતો.થેરેસા મે ના જણાવ્યા પ્રમાણે ચીન અને બ્રિટન બંને સાથે મળીને એકસાથે દુનિયા માટે કામ કરી શકે છે. પરંતુ વન બેલ્ટ વન રોડની વાત છે તો અમારે જોવું પડશે કે તે કઈ રીતે આંતરરાષ્ટ્રિય પામદંડો પર ખરો ઉતરે છે. તેની અમારા પર કેવી અસર પડે છે.
જોકે થેરેસા મે એ આ પ્રોજેક્ટ યોગ્ય રીતે લાગુ કરવા ભલામણ કરી હતી. અહેવાલમાં જણાવ્યા પ્રમાણે બ્રિટન સરકાર આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી કોઈ પણ પ્રકારનીએ સમજુતીને પોતાની મંજુરી નહીં આપે.બ્રિટનના વડાપ્રધાન દ્વારા ચીનના ઈકોનોમિક કોરિડોરને પોતાનું સમર્થન ન આપવાનો અર્થ ભારતને સમર્થન થાય છે. આ બાબતતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુટનૈતિક જીત પણ કહી શકાય.અગાઉ ભારત અને બ્રિટન ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મૈક્રો પણ આ પ્રોજેક્ટનો વિરોધ કરી ચુક્યા છે.

Related posts

पाकिस्तान आतंकवादियों के खिलाफ कार्रवाई करे : ईरान

aapnugujarat

चीन के गुझाऊ प्रांत में भूस्खलन, 11 लोगों की मौत

aapnugujarat

ईरान के पेट्रोकेमिकल ग्रुप PGPIC सहित 39 कंपनियों पर US ने लगाया बैन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1