Aapnu Gujarat
મનોરંજન

ટ્‌વીટર છોડી દેવા અમિતાભ બચ્ચને આપેલો સંકેત

બોલિવુડની સાથે સાથે સોશિયલ મિડિયાના પણ શહેનશાહ અમિતાભ બચ્ચને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્‌વીટરને છોડી દેવાનો સંકેત આપ્યો છે. ટ્‌વીટર છોડી દેવાના અમિતાભ બચ્ચનના સંકેતથી તેમના કરોડો ચાહકોને આઘાત લાગ્યો છે. અમિતાભ ટ્‌વીટરથી નારાજ દેખાઇ રહ્યા છે. બુધવારે મોડી રાત્રે ટ્‌વીટર પર અમિતાભ બચ્ચને કહ્યુ હતુ કે ટ્‌વીટરે તેમના ફોલોઅર્સ ઘટાડી દીધા છે. અમિતાભે બુધવારે રાત્રે ૧૧-૩૫ વાગે ટ્‌વીટ કરીને કહ્યુ હતુ કે ટ્‌વીટરના કારણે તેમના ફોલોઅર્સ ઘટી ગયા છે. આ મજાક લાગી રહ્યુ છે. હવે સમય ટ્‌વીટર સાથે છેડો ફાડી લેવાનો આવી ગયો છે. હજુ સુધીના ટ્‌વીટર પર સફર બદલ અમિતાભ બચ્ચને તેમનો આભાર પણ માન્યો છથે. અમિતાભ બચ્ચને કહ્યુ છે કે અન્ય સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર કેટલીક સારી માછળી રહેલી છે. અત્રે નોંધનય છે કે અમિતાભ બચ્ચન લાંબા સમયથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ સાથે જોડાયેલા છે. અમિતાભ બચ્ચન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ બીજા સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી છે. હવે બુધવારના આંકડા બાદ શાહરૂખ ખાન બીજા સ્થાને પહોંચી ગયો છે.હવેલા મળ્યા છે કે શાહરૂખ ખાનના હવે ૩૨૯૩૬૨૬૭ ફોલોઅર્સ થઇ ગયા છે. બીજી બાજુ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના ફોલોઅર્સની સંખ્યા ૩૨૯૦૦૫૯૦ છે. અલબત્ત આ બાબત રોમાંચક છે કે ટ્‌વીટર પોતાના ખાસ યુજરને જતા કઇ રીતે રોકે છે. અમિતાભ બચ્ચનના ટ્‌વીટર સાથે છેડો ફાડવા અંગે તેના તરફથી કોઇ નિવેદન આવે છે કે કેમ તેના પર તમામ ચાહકોની ચાંપતી નજર રહેનાર છે. અમિતાભ બચ્ચન બોલિવુડમાં આજે પણ સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી છે. આટલી વયમાં પણ તેમની પાસે અનેક ફિલ્મોની ઓફર સતત આવી રહી છે.

Related posts

मॉर्गन के कहने पर सुपर ओवर खेली : स्टोक्स

aapnugujarat

બોલો… આલોક નાથ જજ બની સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર ભાષણ આપશે

aapnugujarat

દીપિકા એસિડ એટેક વિશે ફિલ્મ બનાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1