Aapnu Gujarat
મનોરંજન

દીપિકા એસિડ એટેક વિશે ફિલ્મ બનાવશે

દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘે એક ફિલ્મ કંપની શરૃ કરીને સહનિર્માતા તરીકે ફિલ્મો બનાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી મળી હતી. ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મ રામલીલા ગોલિયોં કી રાસલીલા બાદ બાજીરાવ મસ્તાની અને છેલ્લે છેલ્લે પદ્માવત ફિલ્મો કરતાં કરતાં આ બંને વચ્ચે પ્રેમ ખીલી ઊઠયો હતો અને ગયા મહિને બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યાં હતાં. મુંબઇમાં યોજાએલા લગ્નના રિસેપ્શન બાદ બંને પોતપોતાના કામે ચડી ગયાં હતાં. રણવીર સિંઘ હાલ કરણ જોહર અને રોહિત શેટ્ટીની સિમ્બા ફિલ્મના પોસ્ટ પ્રોડક્શનમાં બીઝી છે. આ ઉપરાંત એણે ઝોયા અખ્તરની ગલી બૉય ફિલ્મ પણ કરી છે. એ પણ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે. દીપિકાએ લગ્નનું નક્કી થતાં કોઇ નવી ફિલ્મ સ્વીકારી નહોતી. પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ દીપિકાએ તલવાર અને રાઝી જેવી હિટ ફિલ્મો આપનારી ફિલ્મ સર્જક મેઘના ગુલઝાર સાથે એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો. દીપિકા લક્ષ્મીને ધરી બનાવીને એ જ નામે મેઘના ગુલઝાર સાથે ફિલ્મ બનાવશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર અગાઉ અને મોખરાની અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા પણ ફિલ્મ નિર્માત્રી બની છે અને પ્રિયંકાએ તો પ્રાદેશિક ભાષાઓમાં હિટ ફિલ્મો બનાવીને નેશનલ એવોર્ડ પણ મેળવ્યો હતો.

Related posts

हमें मीटू अभियान को जारी रखना चाहिए : तापसी पन्नू

aapnugujarat

દબંગ-૩માં સની લિયોનને આઇટમ સોંગ માટે લેવાઇ

aapnugujarat

ડ્રગ કેસમાં એનસીબીએ મુંબઈના મોટા ડ્રગ પેડલર સૂર્યદીપની ધરપકડ કરી

editor

Leave a Comment

UA-96247877-1