Aapnu Gujarat
મનોરંજન

ખુબસુરત શ્રુતિ હસન પાસે હિન્દી-દક્ષિણની ફિલ્મો છે

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શ્રુતિ હસને હાલમાં હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં ભારે લોકપ્રિયતા જગાવી છે. શ્રુતિ હવે તેલુગુ ફિલ્મોમાં મોટી સ્ટાર પૈકીની એક તરીકે છે. રવિવારના દિવસે ૩૨માં જન્મદિવસની ઉજવણી કરી ચુકેલી શ્રુતિ હસન દરેક ભાષાની ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. હિન્દી અને તમિળ, તેલુગ સહિતની જુદી જુદી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચુકેલી શ્રુતિએ કહ્યુ છે કે લક, અંગના સેવન એએમ સહિતની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. કમલ હાસન અને શ્રુતિ હસનની પુત્રી શ્રુતિ બોલિવુડમાં શાનદાર કેરિયર બનાવવા માટે ઇચ્છુક છે. દબંગની રીમેક તેલુગુ ફિલ્મ ગબ્બરસિંહે શ્રુતિ માટે ગેમ બદલાઇ ગઇ હતી. ત્યારબાદ તે મોટી સ્ટારની લીગમાં જોડાઇ ગઇ હતી. શ્રુતિએ તેના જન્મદિવસની ઉજવણી પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે કરી હતી. તેનુ કહેવુ છે કે જન્મદિવસે તેના માતાપિતા અને મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેનુ કહેવુ છે કે વય તેના માટે માત્ર એક સંખ્યા છે. આને લઇને તે કોઇ પરેશાની ઉઠાવતી નથી. બોલિવુડ ફિલ્મોમાં શ્રુતિએ કેટલીક ફિલ્મો કરી હોવા છતાં તેને એટલી સફળતા મળી શકી નથી જેટલી તેને દક્ષિણ ભારતની ફિલ્મોમાં મળી છે. સાઉથમાં તે મોટા સ્ટાર સાથે કામ કરી રહી છે. કમલ હાસને પોતાના ગાળા દરમિયાન અનેક હિન્દી અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. તે સુપર સ્ટાર તરીકે ઉભરી આવ્યો હતો. આજે પણ ફિલ્મોમાં સક્રિય છે.

Related posts

બીએમસીએ તોડ્યો અરશદ વારસીનો બંગલો

aapnugujarat

હવે સેક્સી સીન ક્યારે નહીં કરું : ડેઝી શાહ

aapnugujarat

टीवी पर रिया के इंटरव्यू के बाद सुशांत की बहन श्वेता का पलटवार

editor

Leave a Comment

UA-96247877-1