Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તમામ આશાને બજેટ પૂર્ણ કરશે : મોદીનો સાફ સંકેત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રની શરૂઆત પહેલા કેટલાક મોટા સંકેતો આપતા સામાન્ય લોકોમાં અટકળોનો દોર શરૂ થયો છે. બજેટ સત્રની શરૂઆત થાય તે પહેલા મોદીએ કહ્યુ હતુ કે બજેટ તમામ લોકોની અપેક્ષા અને આશાને પૂર્ણ કરશે. મોદીએ ત્રિપલ તલાક બિલના મુદ્દા પર સહકાર આપવા માટે અપીલ પણ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે બજેટ માત્ર દેશના અર્થતંત્રને ગતિ આપનાર જ રહેશે નહી બલ્કે સામાન્ય લોકોની અપેક્ષાને પણ પરિપૂર્ણ કરનાર તરીકે રહેશે. મોદીના સંકેત બાદ એમ માનવામાં આવે છે કે કરદાતાઓને બજેટમાં મોટી રાહત મળી શકે છે. મોદીએ કહ્યુ હતુ કે તેઓ વિપક્ષી પાર્ટીઓને અપીલ કરે છે કે મુસ્લિમ મહિલાને ન્યાય મળી શકે છે તે માટે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે નિર્ણયને સહકાર આપવામાં આવે. મોદીએ કહ્યુ હતુ કે ત્રિપલ તલાક બિલથી મહિલા હિતોનુ રક્ષણ થનાર છે. તમામને સાથે મળીને નવા વર્ષમાં મુસ્લિમ મહિલાને મોટી ભેંટ આપવા માટેના પ્રયાસ થવા જોઇએ. બજેટને લઇને મોદીએ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે બજેટ સત્ર ખુબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વની તમામ ક્રેડિટ રેટિંગ સંસ્થાઓ ભારતના અર્થતંત્રની પ્રશંસા કરી રહી છે. બજેટ દેશના વધી રહેલા અર્થતંત્રને નવા પ્રાણ ફુકનાર તરીકે સાબિત થશે. સરકાર કરદાતાને રાહત આપતી વેળા ઇનક્મ ટેક્સ સ્લેબને વધારી શકે છે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલની વધી રહેલી કિંમતોતી પરેશાન લોકોને બજેટમાં રાહત મળે તેવી શક્યતા દેખાઇ રહી છે.
વડાપ્રધાન મોદીએ ત્રિપલ તલાક બિલ પસાર કરવામાં મદદ કરવા વિરોધ પક્ષોને અપીલ કરી હતી. ત્રિપલ તલાકના મુદ્દા પર સંસદમાં જોરદાર સંગ્રામ જોવા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. સરકાર સંકેત આપી ચુકી છે કે વિરોધ પક્ષના વિરોધ છતાં ત્રિપલ તલાક બિલને પાસ કરવા માટે તે કોઇ કમી રહેવા દેશે નહીં.

Related posts

૧૫ લાખ રૂપિયાનું વચન આપ્યું જ નથી : રાજનાથ

aapnugujarat

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સરકારને ૨૮,૦૦૦ કરોડનું ડિવિડન્ડ આપશે

aapnugujarat

સંસદનું ચોમાસું સત્ર ૧૮ જુલાઇથી શરૂ થઇ શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1