Aapnu Gujarat
Uncategorized

વેરાવળ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.૨૫ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે જેનાં ભાગરૂપે સોમનાથ સંસ્કૃત યુનિ. વેરાવળ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશનાં અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરનાં તમામ નાગરિકોએ તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવી લેવું જોઇએ. દેશનું મજબુત નિર્માણ યુવા પેઢી જ કરી શકશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.આર.ગોહિલે જણાવ્યું હતું કે, ૧૯૫૦માં ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઇ હતી અને ૨૦૧૧થી ચૂંટણી પંચ દ્વારા ૨૫મી જાન્યુ.એ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ચૂંટણી દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બી.જે.સિસોદિયા (ના.મામલતદાર), આર.જે.પુરાણી (ક્લાર્ક), આર.જી.તન્ના (ક્લાર્ક), મનન ઠુમર (સિસ્ટમ સુપરવાઇઝર)ને પ્રસ્શતીપત્ર એનાયત કરાયા હતા. યુવા મતદાર મહોત્સવ-૨૦૧૭માં વિજેતા થયેલા પોસ્ટર/મેસ્કોટ/ડિઝાઇનમાં ધ્રૃવિક બાંભણીયાને, કાર્ટુન/ઇન્ફોગ્રાફીકમાં રાજવીર પરમારને, નાટકની સ્ક્રીપ્ટમાં ઉદીત પ્રતાપભાઇ ચુડાસમાને આ ત્રણેય વિજેતાઓને રૂા. ૨૫૦૦ નો ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. ઓલ ઈન્ડિયા ક્વીઝ સ્પર્ધામાં વિજેતા થયેલા બારડ મનિષા કિશોરભાઇ અને પરમાર અરવિંદ વશરામભાઇને કલેકટરનાં હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
વયોવૃધ્ધ મતદારોમાં એમ.બી.ત્રિવેદી (નિવૃત આચાર્ય), ડો.ચેતન પ્રકાશ આહુજા અને કિશન ચંદ્ર રૂપવાણી (નિવૃત આચાર્ય)નું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ત્રણ શ્રેષ્ઠ સેકટર ઓફિસરમાં એમ.ડી.ઝોરા (પ્રોફેસર), એ.જી.ડોડીયા (ઇ.ચા.ના.કા.ઇ.બંદર) અને રાજેન્દ્ર પી. રાજપુત (મદદનીશ ખેતી નિયામક) તેમજ ત્રણ શ્રેષ્ઠ બુથ લેવલ ઓફીસરમાં યુ.બી.બારડ (શિક્ષક), એચ.કે.ગજેરા(શિક્ષક) અને એલ.કે.સોલંકી વિકલાંગ શિક્ષકને મહાનુભાવોનાં હસ્તે પ્રસ્શતી પત્ર અર્પણ કરી આવકાર્યા હતા.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં સોમનાથ સંસ્કૃત યુનિ.નાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જાગૃતિ નાટક રજૂ કરાયું હતું. વેરાવળની દસ સ્કુલનાં ધો.૧૦ થી ૧૨માં અભ્યાસ કરતા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ મતદાર પ્રતિજ્ઞા લઇ સંકલ્પબધ્ધ થયા હતા. આ પ્રસંગે સોમનાથ સંસ્કૃત યુનિ.નાં કુલપતી અર્કનાથ ચૈાધરી, આસી.કલેકટર ઓમપ્રકાશ, એ.એસ.પી. પ્રવિણકુમાર, પ્રાંત અધિકારી ભાવનાબા ઝાલા, સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એસ.એમ.રાવ અને કાર્યક્રમની આભારવિધિ મામલતદાર પ્રજાપતિએ કરી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

લીંબડીમાં ગાયોના ઘાસચારા પેટે માલધારી યુવા ગ્રુપ દ્વારા પૈસા એકઠા કરાયા

editor

મોરબીમાં પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી

editor

ઉપલેટાના મોટી પાનેલીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા અંગે સમજણ આપતો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1