Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં એકસાથે ચૂંટણીનાં વિષય પર ચર્ચા શરૂ કરવાની જરૂર છે : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં સંબોધન સાથે સંસદનું બજેટ સત્ર શરૂ થયું

સંસદનું બજેટ સત્ર શરૂ થયું હતું.રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે સંસદના બન્ને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કરીને આની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિએ તેમના અભિભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની કામગીરી અને તેમની ભાવિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. બજેટ સત્રને સંબોધતા કોવિન્દે જુદા જુદા વિષય પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે દેશમાં હવે એક સાથે ચૂંટણી યોજવાના વિષય પર વાતચીત આગળ વધારી દેવાની જરૂર છે. તમામ રાજકીય પક્ષોએ આ વિષય પર સર્વસંમતિ સાધવાના પ્રયાસો કરવા જોઇએ. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર વેપાર માટે સુવિધાજનક માહોલ બનાવવા માટે રાજ્યોની સાથે ખુબ નજીકથી મળીને કામ કરી રહી છે. ભારત હવે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે ૧૪૨માં સ્થાનથી ૧૦૦માં સ્થાને પહોંચી ગયુ છે. સરકારના રિપોર્ટ કાર્ડને રજૂ કરતા તેમણે કહ્યુ હતુ કે સરકારી ખરીદીની પ્રક્રિયમાં પારદર્શિતા લાવવા માટે ગર્વનમેન્ટ ઇ માર્કેટ પ્લેસની સ્થાપના કરવામાં આવી છે. સરકારની અસરકારક નીતિઓના કારણે જ આજે દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણનો આંકડો ૬૦ અબજ અમેરિકી ડોલર પર પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે ૨૫૧ પાસપોર્ટ સેવા કેન્દ્રોને મંજુરી આપવામાં આવી ચુકી છે. વિકાસને મજબુત આધાર આપવા માટે આર્થિક સંસ્થાઓને મજબુત કરવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે અફઘાનિસ્તાનને ઘઉંનો પ્રથમ જથ્થો મોકલી દેવામાં આવ્યો છે. વિદેશોમાં રહેતા પ્રવાસી ભારતીયોની સાથે દેશના સંબંધ મજબુત થઇ રહ્યા છે. પ્રવાસી ભારતીય સાંસદોના સંમેલન આયોજિત કરવામાં આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસની ચૂંટણી ખુબ જ રોમાંચક રહી છે જેમાં ભારતને સફળતા મળી છે. રામનાથ કોવિન્દે એમ પણ કહ્યુ હતુ કે ભારત હમેંશા સહયોગની ભાવનાથી કામ કરે છે. આજે વિશ્વના કોઇ પણ જગ્યાએ રહેતા ભારતીયોને વિશ્વાસ છે કે તે ક્યારેય સંકટમાં પડશે નહી. જો કોઇ ભારતીય લોકો સંકટમાં મુકાશે તો સરકાર તેમને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે કહ્યુ હતુ કે ૯૦ હજાર ભારતીયને પરત લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે સરકારે વન રેન્ક વન પેન્સનને પૂર્ણ કરીને ૨૦ લાખથી વધારે નિવૃત સેનિકોને ૧૦ હજાર કરોડ રૂપિયાની બાકી રકમ ચુકવી દીધી છે. દેશની આંતરિક સુરક્ષામાં વધારો થયો છે. સરકારે પોલીસ દળોના આધુનિકીકરણ માટે ૧૮ હજાર કરોડની યોજના મંજુરી કરી છે. નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળ ખાદ્યાન આપવાની વ્યવસ્થાને પારદર્શી બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. સરકારે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા માટે બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યુ છે. વન્ય પેદાશોના લઘુતમ સમર્થન મુલ્યને વધારી દેવામાં આવ્યા છે. તેમની સરકારે વાસને વૃક્ષની શ્રેણીમાંથી દુર કરવાનો નિર્ણય પહેલાથી જ કર્યો છે. દેશમાં અઢી કરોડથી વધારે દિવ્યાંગ લોકો છે. સરકાર તેમના માટે સતત કામ કરી રહી છે. કેન્દ્ર દ્વારા હવે દિવ્યાંગ અધિકાર અધિનિયમ ૨૦૧૬ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે.રાષ્ટ્રપતિએ સરકારના રિપોર્ટ કાર્ડને રજૂ કરતા કહ્યુ હતુ કે આ વર્ષે ૧૨મી જાન્યુઆરીના દિવસે ઇસરોએ પીએસએલવી સી ૪૦ને લોંચ કરીને ૧૦૦માં ઉપગ્રહને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી હતી. આધુનિક પરિવહન વ્યવસ્થા આ પ્રકારની વ્યવસ્થા વિકસિત કરવામાં આવી રહી છે જેના કારણે તમામ સુવિધાઓ પારસ્પરિક રીતે જોડાયેલી રહેશે. રેલવેના વિકાસ માટે કામ કરવામાં આવી રહ્યુ છે. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. પ્રધાનમંત્રી ડિજિટલ સાક્ષરતા અભિયાન હેઠળ સાક્ષરતા અભિયાનને વધુ ઝડપથી ચલાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સરકારની ૪૦૦થી વધારે યોજનામાં ડિજિટલ ચુકવણી કરવામાં આવી રહી છે. લઘુમતી સમુદાયના તમામ લોકોની સ્થિતીને મજબુત કરવા પર કામ થઇ રહ્યુ છે. મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન અને અન્ય તમામ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં નોકરીની તક ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દશકોથી પેન્ડિંગ રહેલી તમામ યોજનાને પૂર્ણ કરવાની દિશામાં કામ થઇ રહ્યુ છે. ગયા વર્ષની તુલનામાં દાળનુ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવામા ંઆવી રહ્યુ છે. દાળના ઉત્પાદનમાં ૩૮ ટકાનો વધારો થયો છે. સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે શ્રેણીબદ્ધ પગલા લીધા છે. ફીફાનુ સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ. દેશના તમામ ક્ષેત્રોમાં ફુટબોલ જેવી રમતને પ્રોત્સાહન આપવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે. તેમની સરકારે ખેલો ઇન્ડિયાની શરૂઆત કરી છે.
શ્રમ કાયદામાં ઉલ્લેખનીય સુધારા કરવામાં આવ્યા છે. શ્રમ કાયદાના પાલન માટે રજિસ્ટારની સંખ્યા ૫૬થી ઘટાડીને પાંચ કરી દેવામાં આવી છે. સરકાર ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇમિનેન્સ વિકસિત કરવા પર પણ કામ કરી રહી છે. સરકાર મિશન ઇન્દ્રધનુષ મિશન શરૂ કરી ચુકી છે જે હેઠળ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમની સરકાર દેશમાં સ્કુલી અને ઉચ્ચશિક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે.

Related posts

આર્ય સમાજના લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતાનો ઈનકાર

aapnugujarat

રશિયા-યુક્રેન યુદ્ધ તુરંત રોકાય : PM Modi

aapnugujarat

मनीष तिवारी ने मोदी के खिलाफ अपशब्द का प्रयोग किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1