Aapnu Gujarat
રાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુદ્ધ તુરંત રોકાય : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે આજે ડેનમાર્ક પહોંચ્યા છે. કોપેનહેગન એરપોર્ટ પર પીએમ મેટે ફ્રેડરિકસન સાથે ગ્રીન સ્ટ્રેટજિક પાર્ટનરશિપ અને દ્વીપક્ષીય સંબંધ જેવા મુદ્દા પર ડેલિગેશન લેવલની મીટિંગ કરી છે. આ બેઠકમાં બંને દેશોએ ગ્રીન સ્ટ્રેટજિક પાર્ટનરશિપમાં થયેલા વિકાસનો રિવ્યુ આપ્યો હતો. બંને નેતાઓએ સ્કિલ ડેવલપમેન્ટ, ક્લાઈમેટ, રિન્યુએબલ એનર્જી, આર્કટિક, પીટુપી સંબંધ જેવા મુદ્દાઓ પર વાતચીત કરી હતી. ત્યારપછી જાેઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ડેનિશ પીએમની સાથે બેઠકમાં તેમણે આ યુદ્ધ મુદ્દે પણ ચર્ચા કરી હતી અને બંને દેશોનું એવું જ માનવું છે કે, રશિયા અને યુક્રેને વાતચીત અને રાજનીતિ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવો જાેઈએ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુરોપ યાત્રાના બીજા દિવસે ડેનમાર્ક પહોંચ્યા છે. જતાં પહેલા તેઓ ભારતીય સમુદાયને મળ્યા હતા. પીએમ મોદીએ લોકોને ન માત્ર ઓટોગ્રાફ આપ્યા, પરંતુ હાથ જાેડીને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જતાં જતાં લોકોએ તેમને કહ્યું- વી લવ યુ સર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે એટલે કે આજે ડેનમાર્કની મુલાકાત લેશે. અહીં ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં વડાપ્રધાન મેટે ફ્રેડરિકસનની સાથે મુલાકાત કરશે. ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ અને દ્વિપક્ષીય સંબંધો આ બેઠકના મુખ્ય મુદ્દાઓ હશે. આ સાથે ભારત-ડેનમાર્ક રાઉન્ડ ટેબલ બેઠકમાં ભાગ લેશે અને ડેનમાર્કમાં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે.
વડાપ્રધાન કાર્યાલયે એક અખબારી યાદી બહાર પાડીને ડેનમાર્કની મુલાકાત અંગે વિસ્તૃત માહિતી આપી છે. વડાપ્રધાન મેટે ફ્રેડરિકસન સાથે મુલાકાત સિવાય પીએમ મોદી બીજી ઈન્ડો-નોર્ડિક સમિટમાં પણ ભાગ લેશે. ડેનમાર્ક ઉપરાંત આ સમિટમાં ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડન સામેલ થશે. ઈન્ડો-નોર્ડિક સમિટમાં આર્થિક સુધારા, ક્લાઈમેટ ચેન્જ, ઈનોવેશન, ટેક્નોલોજી, રિન્યુએબલ એનર્જી અને આર્કટિક ક્ષેત્રમાં ભારત-નોર્ડિક સહકાર જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સિવાય પીએમ મોદી ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના સ્ટેટ હેડ્‌સને પણ મળશે.
નોર્ડિક દેશો ભારત માટે સસ્ટેનેબિલિટી, રિન્યુએબલ એનર્જી, ડિજિટાઇઝેશન અને ઈનોવેશનમાં મહત્ત્વપૂર્ણ ભાગીદારો છે. ઁસ્ મોદી ૩ અને ૪ મેના રોજ ડેનમાર્કની મુલાકાત બાદ પરત ફરતી વખતે તેઓ ફ્રાન્સ પણ જશે. અહીં તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પેરિસમાં ફરીથી વિજય બદલ અભિનંદન આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. આ પછી બંને નેતા પ્રતિનિધિમંડળ સ્તરની બેઠકમાં સામેલ થયા હતા. આમાં ભારત અને જર્મની વચ્ચે ગ્રીન ઊર્જા પર એક મહત્ત્વપૂર્ણ કરાર થયા હતા. મોદીએ કહ્યું હતું- ભારત અને જર્મની સાથે મળીને ગ્રીન હાઈડ્રોજન ટાસ્કફોર્સની રચના કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને દેશ વચ્ચે સતત વિકાસ પર એક કરાર થયા છે, જે અંતર્ગત ભારતને ૨૦૩૦ સુધીમાં ક્લીન એલર્જીને પ્રોત્સાહન આપવા માટે ૧૦.૫ અબજ ડોલરની નાણાકીય સહાય ઉપલબ્ધ થશે.
દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે તેમના ખાસ મિત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતાં ચૂંટણી જીત્યા બાદ રાષ્ટ્રપતિ મેક્રોનને મળનારા તેઓ પ્રથમ વિદેશી નેતા હશે. ૨૪ એપ્રિલે બીજી વખત ફ્રેન્ચ ચૂંટણી જીત્યા બાદ મેકોન પ્રથમ વખત કોઈ આંતરરાષ્ટ્રીય નેતાને મળ્યા હતાં. જાે કે ભારત પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાંસની આ ખૂબ જ ટૂંકી મુલાકાત હતી પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે બંનેએ યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિઓ સાથે પણ સ્વતંત્ર રીતે વાત કરી છે.આ વાતચીતમાં ઈન્ડો-પેસિફિક મુદ્દો પણ હશે, જેના પર બંને દેશો એકબીજાને સહકાર આપી રહ્યા છે. આ વિસ્તારમાં ચીનના વધતા સૈન્ય ફાયદાને ધ્યાનમાં રાખીને દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા પર ચર્ચા થશે. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ સહયોગ પણ છે, જેણે ભારતીય નૌકાદળને સ્કોર્પિન-ક્લાસ સબમરીન બનાવવામાં અને ભારતીય વાયુસેનાને રાફેલ ફાઇટર જેટ સપ્લાય કરવામાં મદદ કરી છે. ફ્રાન્સ ભારતમાં માત્ર સેફ્રાન એરક્રાફ્ટ એન્જિન બનાવવા માટે તૈયાર નથી, પરંતુ તે હવા-થી-હવા અને હવા-થી-સરફેસ પ્રિસિઝન મિસાઇલોને પણ હાઇટેક કરવા માંગે છે.

Related posts

રોબર્ટ વાઢેરાની ગેરકાયદે કમાણી કરવાનાં મામલામાં દોષિતો પર કાર્યવાહી કરવા ઢીંગરા રિપોર્ટમાં પુરાવા છે : હરિયાણા સરકારની હાઈકોર્ટમાં રજુઆત

aapnugujarat

અંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીને બેલ

aapnugujarat

કલંકિત નેતાઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધનો સુપ્રીમનો ઇન્કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1