Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાબૂલમાં હુમલા બાદ અમેરિકાની પાકિસ્તાનને તાલિબાનો સામે નક્કર કાર્યવાહીની ચેતવણી

કાબુલ ખાતેની ઈન્ટર કોન્ટિનેન્ટલ હોટલ પર તાલિબાનો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલય વ્હાઈટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વ્હાઈટ હાઉસે પાકિસ્તાનને આતંકવાદીઓને નહીં છાવરવાની ચેતવણી આપતા તાલિબાનો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે.
આતંકવાદ વિરુદ્ધ પુરતી કાર્યવાહી નહીં કરવાને કારણે નારાજ અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનને ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે, ઈસ્લામાબાદ અફઘાનિસ્તાનની સરહદે આતંકવાદ ફેલાવનારા તાલિબાની આતંકવાદીઓ વિરુદ્ધ ઝડપથી કાર્યવાહી કરે. જેથી તાલિબાનો પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને આતંકી ગતિવિધિઓને પાર પાડી શકે નહીં. કાબુલ ખાતેની ઈન્ટર-કોન્ટિનેન્ટલ હોટલ પર હુમલાની જવાબદારી તાલિબાની આતંકીઓએ લીધી છે. તેના એક દિવસ બાદ વ્હાઈટ હાઉસ તરફથી તાલિબાનો સામે નિવેદન આપવામાં આવ્યું છે.વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે પોતાના દૈનિક પ્રેસ બ્રિફિંગમાં કહ્યું છે કે અમેરિકાએ પાકિસ્તાનને તાત્કાલિક તાલિબાની આતંકવાદીઓની ધરપકડ કરવા અથવા તેમને હાંકી કાઢવા માટે જણાવ્યું છે. જેથી આ સમૂહ પાકિસ્તાની જમીનનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓને પાર પાડવામાં કરી શકે નહીં. સારા સેન્ડર્સે ક્હયું છે કે, અફઘાનિસ્તાનામાં જ્યાં કાબુલ ખાતેની એક હોટલ પર આતંકવાદી હુમલો થયો છે. નાગરિકો પર આવા હુમલા માત્ર અમેરિકાના સાથીદેશ અફઘાનિસ્તાન પ્રત્યે અમેરિકાના સમર્થન સંકલ્પને વધુ મજબૂત કરે છે.
તેમણે કહ્યુ છે કે અમેરિકા અફઘાન સુરક્ષાદળોની તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીના વખાણ કરે છે. અમેરિકાના સહયોગથી અફઘાન દળો સતત અફઘાનિસ્તાનના દુશ્મનો અને દુનિયાભરમાં આતંકવાદ ફેલાવવા ચાહતા તત્વોને ખદેડતા રહેશે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ઈન્ટરકોન્ટિનેન્ટલ હોટલ પરના તાલિબાની હુમલામાં કુલ ૧૮ લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં ૧૪ લોકો વિદેશી નાગરિકો હતા.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને અફઘાનિસ્તાનમાં યુએનના સહયોગ મિશનના પ્રમુખ તાદામિચી યામામોતોએ કાબુલ પરના આતંકવાદી હુમલાને વખોડ્યો છે.

Related posts

विश्वबैंक का चीन को झटका, ईज ऑफ डूइंग बिजनेस रैंकिंग में 7 स्थान नीचे धकेला

editor

અમેરિકાએ એચ-૧બી વીઝા માટે અરજી ફી વધારવાની દરખાસ્ત કરી

aapnugujarat

रूस ने बना ली कोरोना वायरस की पहली वैक्सीन : पुतिन

editor

Leave a Comment

UA-96247877-1