Aapnu Gujarat
મનોરંજન

યુનાઈટેડવર્લ્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન દ્વારા તેની એપરલ બ્રાન્ડ લોંચ કરવા પ્રસંગે ભવ્ય ફેશન શો યોજાયો

ઈનોવેશન એ ડિઝાઈનનું હૃદય અને ડિઝાઈન શિક્ષણનું એક મહત્વનું ઘટક છે.  ઈનોવેશન  કરીને યુવાનો માટે લાઈન ઓફ ગાર્મેન્ટ તૈયાર કરવા  અમદાવાદની કર્ણાવતી યુનિવર્સિટીની એક કૉલેજ યુનાઈટેડવર્લ્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન (UID) દ્વારા શનિવારે  અમદાવાદમાં રેનેસાં હોટલ ખાતે યોજાયેલ એક ફેશન શોમાં ક્લોથિંગ લેબલ CMY (Colour Me Young) કલર મી યંગની રજૂઆત કરવામાં આવી છે. યુઆઈડીની પોતાની ફેશન બ્રાન્ડ  આ શોમાં રજૂ કરવામાં આવી હતી. આ બ્રાન્ડને ભારતના ફેશન ઉદ્યોગના પીઢ મહાનુભવો દ્વારા મેન્ટર કરવામાં આવી હતી. પ્રતિષ્ઠિત આંત્રપ્રિન્યોર્સ ઓર્ગેનાઈઝેશન (EO)-ગુજરાતના સભ્યો તેમના જીવનસાથી સાથે CMY બ્રાન્ડના વસ્ત્રો ધારણ કરીને  રેમ્પ પર ડગ માંડ્યાં હતાં.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડા જણાવે છે કે “યુઆઈડી ખાતે અમે ઉભરતા પ્રોફેશનલ્સને  સતત સંશોધન અને પુનઃસંશોધન માટે પ્લેટફોર્મ પૂરૂ પાડીએ છીએ, જે વિશ્વ સ્તરની પ્રોડકટસ, સર્વિસીસ  અને વ્યૂહરચનાઓ તરફ  દોરી જાય છે અને તે દ્વારા મહત્વની પ્રક્રિયાઓનું નિર્માણ થાય છે. ઈન્સ્ટીટ્યુટની ઉત્કૃષ્ટતા તરફની મજલમાં CMY એક મહત્વનું સીમાચિહ્ન પૂરવાર થયું છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “ફેશન એ એક અત્યંત સ્પર્ધાત્મક ઉદ્યોગ છે. CMY ના પ્રારંભથી UIDians ના લોકોને ઉત્કૃષ્ટતા માટેની ધગશ ઉભી થાય છે, જે ઉદ્યોગના ધોરણોની સમકક્ષ હશે અને તેને ઉદ્યોગની પીઢ વ્યક્તિઓનું સતત પીઠબળ મળતું રહેશે. સાથે સાથે આ પ્રયાસને કારણે ભણતરના અનુભવમાં વૃધ્ધિની તક પ્રાપ્ત થશે અને એ દ્વારા ફેશનની સૂક્ષ્મ બાબતો અને ખાસ કરીને ઝડપથી બદલાતી જતી ફેશનની દુનિયામાં વસ્ત્રોની ડીઝાઈનને આવરી લેવાશે.”

એનું નામ સૂચવે છે તે મુજબ CMY યુવા અને વાયબ્રન્ટ સ્પર્શ દ્વારા વ્યક્તિનો દેખાવ બદલી નાંખે છે. લાઈનઅપ ગાર્મેન્ટસને પરંપરાગત શૈલી અકબંધ રાખીને કાપડની પસંદગીથી માંડીને રંગ, ડીઝાઈન અને સ્ટાઈલીંગ સહિતની દરેક પ્રક્રિયામાં આધુનિક સ્પર્શ આપવામાં આવ્યો છે. CMYની વિચારધારા keep it young ને ધ્યાનમાં લઈને યુવાનોની રૂચિને માફક આવે તેવા રંગ પસંદ કરવામાં આવ્યા છે

બ્રાન્ડ અને તેની વિચારધારા સાથે બંધ બેસે તે રીતે ઉદ્યોગની પીઢ વ્યક્તિઓ લાઈનઅપ ગાર્મેન્ટના સર્જનમાં અને તેને ફેશન શો સ્વરૂપે રજૂ કરવામાં સહાયક બનશે. તેનાથી યૂઆઈડીએનને સહાય તો થશે જ, પણ સાથે સાથે તે પોતાની ઉત્તમ પ્રતિભા આગળ લાવીને આર્થિક- સામાજીક, પ્રાદેશિક અને સાંસ્કૃતિક પાસાંઓની સાથે સાથે ફેશન ઉદ્યોગની વિવિધ લાક્ષણિકતાઓને સમજશે.

CMY ના પ્રારંભ પ્રસંગે શાકીર શેખ કે જેમણે આ શો કોરિયોગ્રાફ કર્યો હતો તે ભારતના ટોચના ફેશન શો ડિરેક્ટર છે અને તે અંદાજે બે દાયકાનો વ્યાપક અનુભવ ધરાવે છે. આ શોના આયોજનમાં શાકીરના યોગદાન દ્વારા યુઆઈડીની પોતાની બ્રાન્ડને મૂલ્ય પ્રાપ્ત થયું છે. દેશના ફેશન ઉદ્યોગના પૂજા અગરવાલ, દિગ્વિજય સિંઘ, કૃણાલ પારેખ અને કશીશ કે. જેવી પીઢ વ્યક્તિઓએ આ શોને ક્યુરેટ કર્યો છે.

પૂજા અગરવાલ પ્યોર ફેબ્રીક્સ ઉપર હેન્ડક્રાફ્ટેડ પ્રિન્ટસમાં નિપુણતા ધરાવે છે. દિગ્વિજય સિંહનું પોતાના નામનું ફેશન લેબલ છે, જે સાંસ્કૃતિક અને ક્લાસિકલ યુગની મજબૂત અસર ધરાવે છે.  બીજી તરફ કશીશ કે. એક સુસ્થાપિત ફેશન ડીઝાઈનર છે, જે નવોઢા માટેની વસ્ત્રોથી માંડીને ક્લબ-વેર અને બીસ્પોક જ્વેલરી ડીઝાઈન્સ માટે જાણીતા છે. કૃણાલ પારેખ ઉમંગ હઠીસિંઘને ત્યાં બિઝનેસ હેડ છે અને તેમણે ટેક્સટાઈલ, મ્યુઝિયમ ઓફ રોયલ ઈન્ડિયન કોસ્ચ્યુમ્સ મેક્સીકો, બહેરીન, જાપાન અને પેરિસમાં ડીઝાઈન્સ ક્યુરેટ કરી છે અને તે ન્યૂ યોર્ક અને લંડન ફેશન વીક્સના ફેશન કન્સલ્ટન્ટ છે.

પૂર્વા રાણા, ઈરીશ મૈતી, પરી સહાની, પ્રિયાંશ સી, નિવેદિતા, લીના વિશ્વકર્મા, સોનાક્ષી આર., મલ્લિકા બી., ખુશ્બુ શેઠ્ઠી, પ્રત્યંચા અને તસમીન તથા અન્ય પ્રોફેશનલ ફેશન મોડેલ્સ CMYના ઉત્કૃષ્ટ વસ્ત્રો પહેરીને રેમ્પ પર ચાલ્યા હતા.

Related posts

હુમા પ્રોડક્શન હાઉસ શરૂ કરવા સંપૂર્ણ પણે તૈયાર છે

aapnugujarat

મલાઈકા અને અર્જૂન કપૂર લગ્ન કરવાના છે

aapnugujarat

સુરમા ફિલ્મમાં તાપ્સી પન્નુ એક નવા અવતારમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1