Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાને હાફિઝ સામે કેવી કાર્યવાહી કરી, તપાસ માટે યુએનની ટીમ જશે

મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ટૂંક સમયમાં જ વિશ્વની સામે આવી શકે છે. ભારત અને અમેરિકાના કડક વિરોધ છતાં હવે યુએન સિક્યોરિટી કાઉન્સિલની એક સ્પેશિયલ ટીમ પાકિસ્તાન રવાના થશે.
આ ટીમ પાકિસ્તાનના એવા દાવાઓની હકીકત જાણશે જેમાં તેણે કહ્યું હતું કે, સઇદના તમામ સંગઠનો પર સખત પ્રતિબંધો લગાવેલા છે. આ ટીમની પાકિસ્તાન વિઝિટ એટલા માટે પણ ખાસ હશે, કારણ કે ગયા અઠવાડિયે જ પાકિસ્તાનના પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું હતું કે, પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી, તેથી તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી પણ નહીં કરવામાં આવે.
પાકિસ્તાનના ન્યૂઝપેપર ’ધ ડોન’ના જણાવ્યા અનુસાર, યુએન સિક્યોરિટી કાઉન્સિલની સેેંકશન મોનીટરીંગ ટીમ પાકિસ્તાન જશે.પાકિસ્તાન સરકારે એવો દાવો કર્યો હતો કે, તેઓએ હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનના ફંડ એકઠું કરવા અને પબ્લિક પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, તેઓના દાવાની હકીકત પર અનેક સવાલો ઉઠ્યા છે.પાકિસ્તાનના જ કેટલાંક સાંસદોએ હાફિજ સઇદને દેશ માટે જોખમ ગણાવ્યું હતું. મીડિયા રિપોટ્‌ર્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સઇદ પર કોઇ પણ પ્રકારના નવા પ્રતિબંધો લાદવામાં નથી આવ્યા અને તે પોતાના સંગઠનોના નામ બદલીને કામ કરી રહ્યો છે.જોખમ તે સમયે વધતુ જોવા મળ્યું જ્યારે જાણકારી મળી કે પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને રજિસ્ટર કરાવવાની કોશિશ ખુદ પાકિસ્તાન સરકાર કરી રહી છે. ત્યારબાદ ભારત અને અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધારવાનું શરૂ કર્યુ.

Related posts

साइबर क्राइम और फ्रॉड के आरोप में चीन में 99 हजार गिरफ्तार

aapnugujarat

Central America’s Nicaragua releases 56 political prisoners in recent anti-government protests

aapnugujarat

પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય અદાલતમાં કાશ્મીર મુદ્દો લઇ જવાની શક્યતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1