Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો / ઉદ્યોગકારોની પડતર નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નોની વિગતો મોકલવા અનુરોધ

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ ટૂંક સમયમાં જિલ્લા ઔદ્યોગિક કાર્યવાહક સમિતિ, સ્વીફ્ટ (સીંગલ વીન્ડો ઇન્ડસ્ટ્રીયલ ફોલોઅપ ટીમ) અને જિલ્લાકક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠકનુ આયોજન કરવામાં આવેલ હોઇ, ઔદ્યોગિક એકમોએ તેઓના સરકાર, વિભાગ કે બોર્ડ જેવા કે જી.ઇ.બી., જી.આઇ.ડીસી. સાથેના પડતર પ્રશ્નોની રજુઆત-વિગતવાર માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ૨૦૮-૨૦૯, જિલ્લા સેવા સદન, બીજો માળ, નર્મદાની કચેરીને મોકલી આપવા જણાવાયું છે. જિલ્લા ઔદ્યોગિક કાર્યવાહક સમિતિની બેઠકમાં નીતિ વિષયક પ્રશ્નોની ચર્ચા, સ્વીફટની બેઠકમાં વ્યક્તિગત પ્રશ્નોની ચર્ચા અને જિલ્લાકક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠકમાં એમ.ઓ.યુ.ની સમીક્ષા થનાર હોય, જિલ્લાના ઔદ્યોગિક એસોસીએશનો કે ઉદ્યોગકારોને નીતિ વિષયક કે વ્યક્તિગત પ્રશ્નો હોય તો તેની વિગતવાર રજુઆત ત્રણ નકલમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલી આપવા જનરલ મેનેજરશ્રી અને નાયબ ઉદ્યોગ કમિશનરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

ઝાંઝરીના ધોધમાં ન્હાવા પડેલાં શાહપુરનાં બે યુવકો ડુબી ગયાં

aapnugujarat

आज भगवान की मूर्तियों की फिर से स्थापना होगी

aapnugujarat

बीजेपी के टिकट के लिए लगी मुस्लिमों की लाईन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1