Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં ગાય સાથે દુષ્કર્મ કરનાર શખ્સને લોકોએ કર્યો પોલીસને હવાલે

ગાયને પવિત્ર પશુ તરીકે માની તેની પૂજા કરાયછે,શાસ્ત્રો પ્રમાણે ગાયોમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોવાનો ઉલ્લેખ છે. ત્યારે બીજી તરફ ગૌ હત્યા પર પણ કડક કાયદા ઘડી દેવામાં આવ્યા છે, જે દેશમાં ગાયને માતા તરીકે પૂજાય છે, તેમાં ગુજરાતના વડોદરા નજીક આવેલા પોર ગામમાં એક હવસખોર અને લંપટે ખૂબજ બેરહેમી પૂર્વક ગાયના પગ બાંધી અને ગળામાં ટુંકુ દોરડુ બાંધી દુષકર્મ આચરતા ગાયનું મોત નિપજ્યું હોવાની શરમનાક ધટના બની છે.
વડોદરા નજીક આવેલા પોર ગામ ખાતે રહેતા પશુપાલક લાલજીભાઇ રબારી પાસે કુલ ૭ ગાયો છે, અને તેઓ નિયમીત સાંજે તમામ ગાયોને ઘરની સામે આવેલા વાડામાં બાંધે છે.
ગત તા. ૧૪મી જાન્યુઆરીના રોજ પણ તમામ ગાયો લાલજીભાઇના ઘરની સામે આવેલા વાડામાં બાંધવામાં આવી હતી અને તેજ રાત્રીએ પોર ગામમાં આવેલા નવીનગરીમાં રહેતા બાબર ભગાભાઇ રાઠોડિયા નામના લંપટ અને હવસખોર વ્યકિતએ વાડામાં બાંધેલી ૭ પૈકીની ત્રણ ગાયો, જેમાં એક જર્સી ગાયને સિમેન્ટના થાંભલા સાથે ગળાના ભાગે દોરડાથી ઉંચે બાંધી ગાયના આગાળના પગ તથા પાછળના બન્ને પગ પ્લાસ્ટિકના દોરડાથી બાંધી તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું, જોકે આ પાશવી કૃત્ય કરનાર બાબરથી છૂટવા માટે ગાયે ખૂબ પ્રયત્નો કર્યા પણ ગળામાં ટુંકુ દોરડુ બાંધેલુ હોવાથી તે છુટી ન શકી અને આખરે મોતને ભેટી હતી. જ્યારે અન્ય બે ગાયોના પગ પણ આ હવસખોર બાબરે પ્લાસ્ટિકની દોરીથી બાંધી દીધા હતા.
જોકે સવારે ૬ વાગ્યાની આસપાસ પશુપાલક ગાયોનું દુધ દોવા માટે વાડામાં પહોંચ્યા, ત્યારે તેમની એક જર્સી ગાય સિમેન્ટના ભાંથલા સાથે ટુંકા દોરડાથી ઊંચે બાંધેલી હતી જેની નજીક જતા તેનું મરણ થયું હોવાનું જણાતા પશુપાલક ગભરાઇ ગયા હતા અને પોતાની ગાયોની બેરહેમ હાલત જોઇ તેમની સાથે કોઇ દુષકર્મ થયું હોવાની શંકા જતા તેમણે બાબરની શોધખોળ હાથ ધરી હતી. કારણ કે બે વર્ષ અગાઉ બાબર પશુપાલક લાલજી રબારીના ત્યાં ગાયો ચરાવાનું કામ કરતો હતો અને તે જ સમયે તેને એક નાની વાછરડી સાથે દુષકર્મ આચર્યું હોવાની ઘટના બની હતી.
જેથી પશુપાલક લાલજીભાઇએ બાબર રાઠોડિયાની શોધખોળ કરતા તે મળી આવ્યો અને કડકાઇથી તેની પુછપરછ કરતા, તમારી ગાયો સાથે ગઇકાલે રાત્રે મેં જ દુષકર્મ આચર્યું હોવાની કબુલાત કરતા તેને તાત્કાલીક સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે એનીમલ ક્રુઅલ્ટી એક્ટ તેમજ અન્ય ઇપીકો કલમનો ઉમેરો કરી પાશવી કૃત્ય કરનાર બાબરની ધરપકડ કરી છે.
જોકે બાબરની સાથે અન્ય બેથી ત્રણ લોકોએ પણ ગાયો સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી પોલીસે બાબરના સાગરિતોની પણ શોધખોળ હાથ ધરી છે.

Related posts

પદ્માવતના રિલિઝ અંગેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ટળી

aapnugujarat

વિજાપુરમાં ઉત્તર ગુજરાત સ્થાનકવાસી જૈન મહાસંઘ દ્વારા અભિનંદન સમારોહ

editor

गुटखा खाने पर पिता की फटकार लगने पर अमराईवाडी में सौराष्ट्र पटेल सोसाइटी की किशोरी घर से चली गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1